દેશની સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેની સ્થાપનાના 80 વર્ષ બાદ તેની એક જૂની પરંપરામાં પરિવર્તન લાવી રહી છે. રિઝર્વ બેંકે શનિવારે એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત હવે તે જૂન-જુલાઇને બદલે નાણાકીય વર્ષ એપ્રિલ-માર્ચનું પાલન કરશે.
રિઝર્વ બેંકના સેન્ટ્રલ બોર્ડ દ્વારા વર્ષ 2020-21 સુધીના કેન્દ્ર સરકારના નાણાકીય વર્ષ સાથે તેના નાણાકીય વર્ષને ગોઠવવાનાં લક્ષ્ય સાથે આ ફેરફાર કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેંકે આ દરખાસ્ત કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલી છે. ઇકોનોમિક ફ્રેમવર્ક કેપિટલ હેઠળ વિમલ જાલાન પેનલે કેટલાક સૂચનો કર્યા હતા, આ સૂચનોમાંથી એક સૂચન એ છે કે બેંકનું નાણાકીય વર્ષ જૂન-જુલાઈ બદલીને એપ્રિલ-માર્ચ કરવાની સલાહ આપવામાં આવી હતી.