ભારતીય રિઝર્વ બેંક દ્વારા 1000 રૂપિયાની કોઈ નવી નોટ જાહેર કરવામાં આવશે નહીં. જો તમારી પાસે કોઈ નાટોના સમાચાર આવે તો તે ફેક છે. સોશિયલ મીડિયા પર હાલ અફવાઓ ફેલાય રહી છે કે, 1000 રૂપિયાની નવી નોટ જાહેર કરવામાં આવશે. PIB Fact Checkએ તેને ખોટો દાવો ગણાવ્યો છે.
PIB Fact Checkએ ટ્વીટ કરી માહિતી આપી છે કે, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાય રહી છે કે, RBIએ 1000 રૂપિયાની નવી નોટ રજુ કરી છે. તે નોટની તસવીર પણ શેર કરવામાં આવી રહી છે. PIB Fact Checkએ તપાસમાં કહ્યું કે, 1000 રૂપિયાની નવી નોટને લઈને જે સમાચારો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે કે, તે ખોટો છે. RBIએ 1000 રૂપિયાની નોટને લઈને કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી.