RBIએ પ્રાઇવેટ બેન્ક લક્ષ્મી વિલાસ બેન્ક પર કડક કાર્યવાહી કરતા તેને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્કમાં મુકી દીધી છે. લક્ષ્મી વિલાસ બેન્કે RBI તરફથી ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી આપી છે. તમને જણાવી દઇએ કે RBI નેટ એનપીએ વધુ હોવા, અપર્યાપ્ત કેપિટલ ટૂ રિસ્ક-વેટેડ એસેટ્સ રેશ્યો (CRR) અને કોમન ઇક્વિટી ટિયર 1 (સીઇટી 1) જેવા કારણોને લીધે બેન્કોને PCAમાં નાખી દે છે. PCAમાં શામેલ બેન્કોની સ્થિતિ જ્યાર સુધી નથી સુધરતી, ત્યાર સુધી આ કોઇ મોટો નવુ દેવુ આપી શકતી નથી. આ પહેલા પણ કેટલીક મોટી સરકારી બેન્ક PCAમાં આવી ચુકી છે.
શું છે ઘટના?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે બેન્કના ડાયરેક્ટર્સ પર છેતરપિંડીનો આરોપ લાગ્યા હતા. તે બાદ તેની વિરૂદ્ધ દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાની તપાસ શરૂ થઇ ગઇ છે. બેન્ક અધિકારીઓ પર 790 કરોડ રૂપિયા હડપવાનો આરોપ છે. તમને જણાવી દઇએ કે નાણાકીય સેવા કંપની રેલિગેયર ફિનવેસ્ટની ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલીસે કેસ દાખલ કર્યો હતો.
રેલિગેયરનું કહેવુ છે કે તેને 790 કરોડ રૂપિયાની એફડી લીધી હતી, જેમાં હેરાફેરી કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે શરૂઆતની તપાસમાં એવુ લાગી રહ્યું છે કે પૈસામાં હેરાફેરી યોજનાબદ્ધ કરવામાં આવી છે. આ રિપોર્ટ શુક્રવારે સામે આવ્યો હતો.
બેન્કના ડિરેક્ટરો પર કેસ દાખલ થવાના સમાચારથી બીએસઇ પર શેર 4.94% ઘટાડા સાથે 36.55 રૂપિયા પર બંધ થયો હતો. એનએસઇ પર 4.95% નીચે 36.50 રૂપિયા પર બંધ થયો છે.
કેમ લક્ષ્મી વિલાસ બેન્કને PCAમાં નાખવામાં આવી
પીસીએ ફ્રેમવર્ક અનુસાર આરબીઆઇને જ્યારે લાગે છે કે કોઇ બેન્ક પાસે જોખમનો સામનો કરવા માટે જરૂરી પૈસા નથી. આવક નથી થઇ રહી અથવા એનપીએ વધી રહ્યું છે તો તે બેન્કને પીસીએમાં નાખવામાં આવે છે. પીસીઠએમાં શામેલ બેન્ક નવુ દેવુ આપી નથી શકતી અને નવી બ્રાંચ નથી ખોલી શકતી. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી એમ ખબર નથી પડી કે લક્ષ્મી વિલાસ બેન્ક પર ક્યા ક્યયા પ્રતિબંધ લાગુ થશે.
હવે ગ્રાહકોનું શું થશે
બેન્કના પીસીએમાં થવા પર ગ્રાહકો પર કોઇ ખાસ અસર નથી થતી. આ બેન્ક પોતાની શાખાનો વિસ્તાર કરી શકતી નથી. સાથે જ નવી ભરતી પણ રોકી દેવામાં આવે છે, જેને પરિણામે રોજગારની તકો પણ ઉભી નથી થતી. કોઇ બેન્કને પીસીએમાં રાખવા પર તેના ગ્રાહકોએ ડરવાની જરૂર નથી, કારણ કે આરબીઆઇએ ‘બાસેલ માનકો’ના અનુરૂપ બેન્કોની નાણાકીય સગવડો માટે પીસીએ ફ્રેમવર્ક બનાવ્યુ છે, જેથી બેન્ક પોતાના રૂપિયાનો સદુપયોગ કરી શકે અને જોખમનો સામનો કરવા તૈયાર રહે.