આરબીઆઇએ તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું કે જલદી જ 100 રૂપિયાના વાર્નિશ નોટ માર્કેટમાં આવશે. તેણે પહેલા ટ્રાયલના આધાર પર બહાર પાડવામાં આવશે. ખાસ લેયર ચઢેલી નોટની ઉંમર લાંબી હોય છે એટલે તે જલદી ફાટશે નહીં.
વાર્નિશ નોટની દુનિયાના અનેક દેશોમાં ઉપયોગ થઇ રહ્યો છે. તેના સારા અનુભવને જોતા રિઝર્વ બેન્કે દેશમાં તેના અજમાવવાનો નિર્ણય છે.હાલ તેની શરૂઆત 100 રૂપિયાની નોટથી થશે.
આપણા ઘરોમાં રહેલા લાકડાઓના ફર્નીચર પર આપણે એક ચમકદાર અને પારદર્શી લેયર જોયું હશે. જેનાથી તેની ઉમેર વધી જાય છે. બસ તે જ રીતે નોટ પર પણ એક પાતળું લેયર ચઢાયેલું હશે. જે તેને ગંદકીથી બચાવશે અને નોટ જલદી ખરાબ નહીં થાય. નોટ પ્રિન્ટિંગ બાદ તેની પર વાર્નિશ કરવામાં આવે છે. જોકે, તેનાથી નોટની કિંમત વધી જશે.
હાલની નોટ જલદી ખરાબ થઇ જાય છે. તે જલદી ફાટી જાય છે કે ગંદી થઇ જાય છે. રિઝર્વ બેન્કને દર વર્ષે લાખો કરોડની ગંદી-ફાટેલી નોટ રિપ્લેસ કરવી પડે છે. સામાન્ય રીતે તે પાંચમાંછી એક નોટ દર વર્ષે હટાવી પડે છે. તેની પર એક મોટી કિંમત ખર્ચ થાય છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે દુનિયાના ઘણા દેશ પ્લાસ્ટિક નોટનો ઉપયોગ કરે છે.