રીઝનલ કંપ્રેહેંસિવ ઇકનોમિક પાર્ટનરશિપ( આરસીઇપી)માં ભારતે શામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરેલુ ઉદ્યોગોના હિતને લઇને કોઇ પણ સમજૂતી ના કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સુરતના ટેક્સટાઇલ વ્યાપારીઓને મોદી સરકારે આપ્યા રાહતના સમાચાર આપ્યા છે.
આરસીઇપી એક ટ્રેડ એગ્રીમેન્ટ છે જે સભ્ય દેશોના એક બીજા સાથે વ્યાપારમાં કેટલીક સવલતો આપશે. જેની હેઠલ નિકાસ પર લાગનારો ટેક્સ નહી આપવો પડે અથવા ઘણો ઓછો આપવો પડશે.જેમાં આસિયાનના 10 દેશો સાથે અન્ય 6 દેશ છે.
ખેડૂત કરી રહ્યાં હતા સમજૂતીનો વિરોધ
RCEPમાં ભારતના શામેલ થવા વિરૂદ્ધ ખેડૂત દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતા. ખાસ કરીને ખેડૂત સંગઠન વિરોધ કરી રહ્યાં હતા. ખેડૂતોનું કહેવુ છે કે આ સંધિ થાય તો દેશના એક તૃતિયાંશ બજાર પર ન્યૂઝીલેન્ડ, અમેરિકા અને યુરોપીય દેશોનો કબજો થઇ જશે અને ભારતના ખેડૂતોને તેમના ઉત્પાદનનું જે મૂલ્ય મળી રહ્યું છે તેમાં ઘટાડો થશે.
ડેરી ઉદ્યોગ પ્રભાવિત થવાનો હતો ડર
અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જો ભારત આરસીઇપીની સંધિમાં શામેલ થાય છે તો દેશના કૃષિ ક્ષેત્ર પર ઘણી ખરાબ અસર પડશે. આટલુ જ નહી ભારતનો ડેરી ઉદ્યોગ પુરી રીતે બરબાદ થઇ જશે.
સમિતીના સંયોજક વીએમ સિંહનું કહેવુ છે કે વર્તમાન સમયમાં નાના ખેડૂતોની આવક એકમાત્ર સાધન દૂધ ઉત્પાદન જ બાકી છે, એવામાં જો સરકારે આરસીઇપી સમજૂતી કરી હોત તો ડેરી ઉદ્યોગ પુરી રીતે બરબાદ થઇ જાત અને 80 ટકા ખેડૂત બેરોજગાર થઇ જાત.