મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના કોલાર પોલીસ સ્ટેશનમાંથી આ મામલો સામે આવ્યો છે. જ્યાં 44 વર્ષિ પતિ તથા 40 વર્ષિ પત્નિ વચ્ચે કઈ વેક્સિન લગાવવી તેને લઈને ડખ્ખો થયો છે. પતિએ કોવેક્સિનના બંને ડોઝ લગાવી લીધા.જ્યારે પતિએ વેક્સિન લગાવી ત્યારે પત્નિએ લગાવી નહીં. જો કે, પત્નિએ હવે વેક્સિન લગાવવાની વાત કહી છે, પણ સેન્ટર પર ખાલી કોવિશીલ્ડ વેક્સિન જ બચી છે જ્યારે પત્નિ વેક્સિન લગાવવા માટે તૈયાર થઈ ત્યારે પતિનું કહેવુ હતું કે, બંને એક જ કંપનીની વેક્સિન લગાવીએ. આ વાતને લઈને બંને વચ્ચે વિવાદ શરૂ થયો. મામલો ફેમિલી કોર્ટ સુધી પહોંચી ગયો. કાઉન્સિલરે તેમને કેટલીય વાર સમજાવ્યા. શરૂઆતમાં બંને માનવા તૈયાર નહોતા. કાઉન્સિલરે સમજાવ્યું કે, કોવિશીલ્ડ અથવા કોવેક્સિન આ બંનેથી કોઈ પણ ડોઝ લઈ શકાય. આ દંપતીનો આખો પરિવાર ચાર મહિના પહેલા કોરોના પોઝિટીવ બન્યો હતો. સારવાર ચાલુ રહી અને થોડા દિવસો પછી બધા સ્વસ્થ થઈ ગયા.જો કે, પતિએ રસી રસી લીધી, પત્નીને તે જ સમયે રસી લેવાનું કહ્યું પરંતુ પત્નીએ ના પાડી. હવે ફક્ત કોવિશિલ્ડ જ બાકી છે, પતિ કહે છે કે તે સમયે તે રસી કેમ ન લીધી. વિવાદ બાદ બંને વચ્ચે વાતચીત અટકી ગઈ હતી. પત્નીએ આ અંગે કાઉન્સેલરનો સંપર્ક કર્યો. તેમને સમજાવવામાં આવ્યું કે બંને રસી કોરોના સામે અસરકારક છે. સતત પાંચ વખત સમજાવટ પછી, દંપતી સંમત થયા. હવે પત્ની કોઈ પણ રસી લેવા તૈયાર છે.
