રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 42મી વાર્ષિક સાધારણ સભાનો પ્રારંભ થયો છે. રિલાયન્સની એજીએમમાં ચેરમેન મુકેશ અંબાણી દ્વારા અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી શકે છે. ખાસ કરીને રિલાયન્સ ગીગા ફાઇબરના કમર્શિયલ લોન્ચની જાહેરાત પર સૌ કોઇની નજર છે.

જિયો ગીગા ફાઇબરની ઘોષણા ગત વર્ષે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એજીએમમાં થઇ હતી. ત્યારથી સૌકોઇ તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. સાથે જ Jio Phone 3 કંપનીની જિયો સીરીઝનો ત્રીજો ફોન છે. એક નજર તમામ મોટી ઘોષણાઓ પર…
જિયો ગીગાફાઇબર
મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો હોમ બ્રૉડબેંડ માટે અમને 15 મિલિયન રજીસ્ટ્રેશન મળ્યાં.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, અમે 20 મિલિયન રેસિડેન્ટ્સ અને 15 મિલિયન બિઝનેસ એસ્ટેબલિશ્મેન્ટ સુધી પહોંચવા માંગીએ છીએ.

મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો ગીગાફાઇબર એક વર્ષમાં સમગ્ર દેશમાં પહોંચી જશે.
તેમણે જણાવ્યું કે જિયો ગીગાફાઇબર 50 લાખ ઘરોમાં પહોંચી ચુક્યુ છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે 1 અબજ ઘરોને જિયો ઇન્ટરનેટ ઑફ થિંગ્સથી કનેક્ટ કરવાનો ટાર્ગેટ છે.

જિયોનું શાનદાર પરફોર્મન્સ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ જિયોએ શાનદાર પ્રદર્શન કર્યુ છે.
રિલાયન્સ જિયોએ 340 મિલિયન એટલે કે 34 કરોડ યુઝર્સના સ્તરને પાર કર્યુ છે.

મુકેશ અંબાણી, ગ્રોથમાં રિલાયન્સ જિયોની મહત્વપૂર્ણ ભુમિકા છે.
મુકેશ અંબાણીએ એજીએમમા જણાવ્યું કે, જિયો દેશનું સૌથી મોટુ મોબાઇલ નેટવર્ક બન્યુ.
જિયોની ફાસ્ટ સ્પીડ..
મુકેશ અંબાણીએ જણાવ્યુ કે , રિલાયન્સ જિયો દુનિયામાં બીજુ મોટુ ટેલીકોમ ઓપરેટર બની ગયુ છે.

અંબાણીએ જણાવ્યુ કે, અમે દર મહિને 1 કરોડ નવા કસ્ટમર્સ જોડી રહ્યાં છીએ.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે, અમે કનેક્ટિવીટીના 4 એન્જિન શરૂ કરી રહ્યા છીએ.