રીલાયન્સ ઇન્ડસ્ટ્રી નવ લાખ કરોડ રૂપિયાના કેપીટલ વાળી દેશની પહેલી કંપની બની ગઇ છે. કંપનીના શેરમાં શુક્રવારના રોજ 1.7%નો ઉછાળો આવતા વેલ્યુએશન વધીને 9.01 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયા.
ગત વર્ષે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને પાછળ છોડતા રીલાયન્સ સૌથી વધુ નફો કરતી કંપની બની ગઇ હતી. પેટ્રોલિમયથી લઇ રિટેલ અને ટેલિકોમ જેવા વિવિધ સેક્ટરમાં ફેલાયેલી રીલાયન્સ ઇન્ડસ્ટ્રીએ નાણાકીય વર્ષ 2018-19માં કુલ 6.23 લાખ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. તો આઇઓએસીએ 31 માર્ચ 2019ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં 6.17 લાખ કરોજ રૂપિયાનો એકીકૃત કારોબાર કર્યો છે. જ્યારે આરઆઇએલ આઇઓસીથી બે ગણો નફો કમાઇ દેશની સૌથી મોટી નફો કમાતી કંપની પણ છે.