ભારતમાં ઓનલાઈન ખરીદદારીનું ચલન સ્પીડમાં વધી રહ્યું છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ઢગલા બંધ સામાન ખરીદી રહ્યાં છે. જો કે, 2020માં આ દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને પડકારનો સામનો કરવો પડી શકે છે. એવું તે માટે કેમ કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સ્વામીત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિલાયન્સ રિટેલ લિમિટેડે જિયો માર્ટની શરૂઆત કરી દીધી છે. જિયો માર્ટમાં રજિસ્ટ્રેશન માટે કંપનીએ જિયો ટેલિકોમ યૂઝર્સેન આમંત્રણ મોકલવાનું શરૂ કરી દીધું છે. જિયો માર્ટને કંપનીએ ‘દેશની નવી દુકાન’ નામ આપ્યું છે. આની શરૂઆત નવી મુંબઈ, થાણે અને કલ્યાણીથી થશે.
રિલાયન્સ રિટેલે આધિકારિક રૂપથી આની લોન્ચિંગની જાહેરાત કરી દીધી છે અને કહ્યું છે કે, આવનાર સમયમાં આનો વિસ્તાર કરવામાં આવશે. આ સંદર્ભમાં એક કર્મચારીએ જણાવ્યું કે, ‘અમે જિયો માર્ટને લોન્ચ કરી દીધું છે. તે માટે જિયો યૂઝર્સને ડિસ્કાઉન્ટ માટે રજિસ્ટર કરવા માટે આમંત્રિત પણ કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં આ ત્રણ જગ્યા પર જ ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં જ આનો વિસ્તાર કરવામાં આવશે. જિયો માર્ટ એપ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.’
