ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નું કહેવું છે કે ભારતમાં હવે કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ (Community Transmission) શરૂ થઈ ગયું છે અને હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
IMA હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન ડો.વી કે મોંગાએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખુબ જ ખતરનાક સ્થિતિ છે. સમાચાર એજન્સી એએનઆઈએ ડો.મોંગાના હવાલે કહ્યું છે કે ભારતમાં દરરોજ કોરોના વાયરસના 30 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. જે ખરેખર દેશ માટે ખુબ ખરાબ સ્થિતિ છે. હવે કોરોના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. તે ખરાબ સંકેત છે. જે કોમ્યુનિટી સ્પ્રેડ થતો જોવા મળી રહ્યો છે.
ડો.મોંગાનું આ નિવેદન ખુબ મહત્વનું છે. કારણ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સતત કહી રહ્યું છે કે ભારતમાં હજુ સુધી કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આ દાવાને અનેક હેલ્થ એક્સપર્ટ ચેલેન્જ કરી ચૂક્યા છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓના મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે.