વડાપ્રધાન મોદી અને અરૂણ જેટલીએ આજે સરકારે 20 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો. આ નવો સિક્કો અત્યાર સુધીના જાહેર થયેલા સિક્કાઓ કરતા અલગ હશે. નાણાંમંત્રાલ મુજબ આ સિક્કામાં 12 ખુણાઓ હશે. આ સિક્કાનો વ્યાસ 20mm હશે. 20ના આ નવા સિક્કામાં 10ના સિક્કાની જેમ જ સામેની તરફ 2 રીંગ હશે. ઉપરની રીંગ પર 65% તાંબુ, 15% ઝિંક અને 20% નિકલ હશે. જ્યારે અંદરની રીંગમાં 75% કોપર 20% ઝિંક અને 5% નિકલ હશે.
આ સિક્કાનું વજન 8.54 ગ્રામ હશે. તેમજ અશોક સ્તંભનું પણ ચિત્ર હશે. જેમાં નિચે સત્ય મેવ જયતે લખેલું હશે. જ્યારે જમણી અને ડાબી બાજુએ ભારત અને ઇન્ડિયા લખેલું હશે. નીચે રૂપિયાના ચિહ્ન સાથે 20 લખેલું હશે. તેમજ સિક્કાની પાછળની બાજુએ મોટા અક્ષરોમાં 20 લખેલું હશે. તેમજ સિક્કાની છપાઇનું વર્ષ પણ લખેલું હશે.
આ સિક્કા સાથે જ વડાપ્રધાને 1,2,5, અને 10 રૂપિયાના નવા સિક્કાની સીરીઝ પણ જાહેર કરી. આ દરેક સિક્કા વર્તૂળાકાર છે. આ સિક્કાને ખાસ કરીને દ્રષ્ટિબાધિત વ્યક્તિઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેઓ હવે સિક્કાને સરળતાથી ઓળખી શકશે.
નોટબંધી પછીથી રિઝર્વ બેંકે રૂ. 1, 10, 50, 100, 200, 500, 2 હજારની નવી નોટો જાહેર કરી અને તે કડીમાં 20 રૂપિયાનો સિક્કો પણ પહેલીવાર જાહેર કર્યો છે.