સુપ્રીમ કોર્ટે પયગંબર મોહમ્મદ પરના નિવેદન માટે ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નુપુર શર્માને ફટકાર લગાવીને દેશમાં જે કંઈ પણ થઈ રહ્યું છે,તેના માટે નુપુર શર્મા જવાબદાર હોવાનું જણાવી માફી માંગવા આદેશ કર્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ઉદયપુર હત્યાકાંડને ‘તાલિબાની ઘટના’ ગણાવી છે.
આરએસએસએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટના ઉશ્કેરણીનું પ્રત્યાઘાત નથી પરંતુ ચોક્કસ માનસિકતા અને માન્યતાનું પરિણામ છે.
આરએસએસના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું કે ઉદયપુરમાં જે બન્યું તે આખી દુનિયામાં કોઈપણ ઉશ્કેરણી વગર થઈજ રહ્યું છે.
ક્યાંક હમાસ, ઇસ્લામિક સ્ટેટ, તાલિબાન છે.
જ્યારે આપણા દેશમાં સિમી અને પીએફઆઈ છે.
આ ઘટના ઉશ્કેરણીથી તે બની નથી. તાલિબાનની આ ઘટના પાછળની માનસિકતા અને માન્યતાને સમજવી જરૂરી છે. ભારત પોતાની શક્તિનો ઉપયોગ અન્યને મદદ કરવા માટે કરે છે.
તેઓએ કહ્યું કે આવા મુદ્દાઓને ઉકેલવા માટે બંધારણીય માર્ગો છે. જો કોઈને કોઈ સમસ્યા હોય તો તેને બંધારણીય રીતે ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. આંબેકરે આ વાતો ‘ધ તાલિબાનઃ વોર એન્ડ રિલિજન ઇન અફઘાનિસ્તાન’ અને ‘ધ ફોરગોટન હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા’ પુસ્તકોના વિમોચન કાર્યક્રમમાં કહી હતી.
RSS પ્રમુખે તાલિબાનને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જે દેશે ધાર્મિક કટ્ટરવાદના નામે ભાગલાનો સામનો કર્યો છે તેને અવગણી શકાય નહીં. તેનું ભારત સાથે કોઈ જોડાણ છે કે કેમ તે શોધવું જરૂરી છે. શું આવું કોઈ આતંકવાદી તત્વ ભારતમાં ઘૂસતું નથી? શું ભારતમાં બનતી ઘટનાઓ એકબીજા સાથે સંબંધિત છે? જેઓ આવી કટ્ટરવાદી વિચારધારાને સમર્થન આપે છે તેઓ રાજકીય રીતે કે સ્વાર્થી કારણોસર? કારણ ગમે તે હોય, તેમને શોધી કાઢવું જોઈએ.