મોટર વાહન અધિનિયમ હેઠળ દંડની વિવિધ જોગવાઇઓની માંડવાળ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા શહેર-જિલ્લાની મોટરીંગ પબ્લિકને સગવડ થઇ રહે તે માટે શહેર-જિલ્લામાં નોંધાયેલ વાહનોમાં કે જેમાં હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર (HSRP ) ફિટમેન્ટ કરવાની બાકીમાં હોય તેવા વાહનોમાં હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર (HSRP ) નંબર પ્લેટ ફિટ કરવા અર્થે સરળતા ઉભી કરવામાં આવી છે. હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર (HSRP ) નંબર પ્લેટ ફિટ કરવાનું બાકી હોય તેવી કોઇ સંસ્થા/સોસાયટી દ્વારા વધારે વાહન હોય તો તે સંસ્થા-સોસાયટીના રહીશો દ્વારા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરાને લેખિતમાં જાણ કરવાની રહેશે. જેથી કચેરી દ્વારા જે-તે સંસ્થા-સોસાયટીમાં આવા વાહનોને હાઇ સિક્યુરિટી રજીસ્ટ્રેશન નંબર (HSRP ) ફિટમેન્ટ કરી આપવામાં આવશે.
