ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)નું કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસૈટ-30 (GSAT-30) સફળતાપૂર્વક લોન્ચ થઇ ગયુ છે. ઇસરોના GSAT-30 સેટેલાઇટને ગુયાના સ્પેસ સ્ટેશનથી શુક્રવાર 17 જાન્યુઆરીએ એરિયન 5 રૉકેટની મદદથી છોડવામાં આવ્યુ હતું.
GSAT-30ના સફળતાપૂર્વક લૉન્ચ બાદ ઇસરોએ આભાર માન્યો હતો અને પોતાના ટ્વીટમાં કહ્યું, ‘એરિયન 5-VA 251ની મદદથી ભારતનું કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30 સફળતાપૂર્વક પોતાના ઓર્બિટમાં સ્થાપિત થઇ ગયુ છે. તમારા સપોર્ટ માટે આભાર.’
GSAT-30 ભારતનું એક કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જેને જિયો સ્ટેશનરી ઓર્બિટથી સંચાર સેવા આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યુ છે. GSAT-30 પહેલા ઉપયોગમાં લેનાર સેટેલાઇટ ઇન્સૈટ અને જીસૈટનું વિકસિત રૂપ છે. જેનાથી ભારતની સંચાર સેવા સારી બનશે. ઇન્ટરનેટની સ્પીડ વધશે અને તે ક્ષેત્રોમાં પણ મોબાઇલ સેવા પહોચી જશે જ્યા હજુ સુધી નથી.
જીસૈટ-30નું વજન 3357 કિલોગ્રામ છે, તેનું કવરેજ પહેલા કરતા વધારે હશે અને તેને ઇનસૈટ-4 એ અંતરિક્ષ યાન સેવાઓના રિપ્લેસમેન્ટના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ સેટેલાઇટના સફળ લોન્ચ બાદ ભારત સહિત ખાડી દેશોમાં કવરેજ સુધરશે સાથે જ એશિયન દેશ અને ઓસ્ટ્રેલિયામાં વિસ્તારિત કવરેજ આપી શકાશે.