ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે અને સુરક્ષિત બેકિંગ માટે બેંક સમય-સમયે નિર્દેશ જાહેર કરે છે. ચુસ્ત સુરક્ષા બાદ પણ ગ્રાહકોની સાથે એટીએમ, નેટ બેંકિંગ તથા કોઈ અન્ય રીતે છેતરપિંડી થઈ શકે છે. હવે દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)ના ગ્રાહકો માટે એક મોટી વ્યવસ્થા શરૂ કરી છે. જેના માધ્યમથી ગ્રાહક છેતરપિંડીની ફરિયાદથી બચી શકે. SBIએ ATMમાંથી પૈસા ઉપાડવા માટેના નિયમોમાં બદલાવ કર્યો છે. આ નવી સુવિધાની શરૂઆત એ જાન્યુઆરી 2020થી થઈ રહી છે. તો ચાલો જાણીએ આ સુવિધા વિશે…
SBI એટીએમમાં લાગુ થશે સુવિધા
SBI પોતાના ગ્રાહકો માટે ATM માંથી રોકડ નિકાળવા માટે વન ટાઈમ પાસવર્ડ (OTP)ની સુવિધા લઈને આવી રહી છે. આ નવી સુવિધા દેશભરના બધા SBI એટીએમમાં લાગુ કરવામાં આવશે.
SBIએ ટ્વીટ કરી આપી માહિતી
સુવિધા હેઠળ SBIના ગ્રાહકોને એક જાન્યુઆરી 2020થી રાત્રે આઠ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી ATMમાંથી રોકડ નિકાળવા પર OTP નાખવાનો રહેશે. આ માહિતી SBIએ ટ્વીટ કરી આપી હતી.
10,000થી વધુ રોકડ કાઢવા પર આપવો પડશે OTP
ટ્વીટ કરીને SBIએ જણાવ્યું કે, SBI ગ્રાહકોને ATMમાંથી 10,000રૂપિયાથી વધુ પૈસા નિકાળવા પર ઓટીપી નાખવાનો રહશે. બેંકમાં ગ્રાહક તરફથી આવામાં આવેલા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકવામાં આવશે, તેનાથી રોકડ ઉપાડી શકશો.
આ રીતે કામ કરશે
જો ગ્રાહક બીજા બેંકના ATMમાંથી રકોડ ઉપાડશે તો તેમને ઓટીપીની સુવિધા નહી મળે. પ્રક્રિયાની હેઠળ જ્યારે ગ્રાહક પાસા ઉપાડે છે ત્યારે તેમને એટીએમની સ્ક્રીન પર સકમની સાથે-સાથે ઓટીપી સ્ક્રીન પણ જોવા મળશે. ગ્રાહકને ઓટીપી તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકવામાં આવશે. તેનાથી છેતરપિંડીની સંભાવના ઓછી થઈ જશે.