અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ મામલે મધ્યસ્થતા થશે. સુપ્રીમ કોર્ટે ત્રણ લોકોની પેનલ મધ્યસ્થા કરશે તેમ જણાવ્યું છે.
આ પેનલમાં શ્રીશ્રી રવિશંકર પણ હશે. જસ્ટીસ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં મધ્યસ્થતા થશે. જો કે આ અંગે મીડિયા રીપોર્ટિંગ નહીં થાય તેમ કોર્ટે જણાવ્યું. આઠ અઠવાડિયામાં મધ્યસ્થનો ફાઇનલ રિપોર્ટ સોંપવા કોર્ટે આદેશ કર્યો છે. જેમાં 4 અઠવાડિયામાં મધ્યસ્થાનો પ્રથમ રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો છે.
આ પેનલમાં જસ્ટિસ ખલીફુલ્લાની અધ્યક્ષતામાં શ્રી શ્રી રવિશંકર તેમજ શ્રીમ પંચૂનો સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમે ચુકાદો આપતાં આદેશ કર્યે છે કે આ એક સપ્તાહમાં મધ્યસ્તાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. યુપીના ફૈઝાબાદમાં મધ્યસ્થાની પ્રક્રિયા થશે.
અયોધ્યામાં રામ મંદિર જમીન વિવાદ મામલે મધ્યસ્થી પર આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. આ પૂર્વે સુપ્રીમ કોર્ટે બુધવારે દલીલો સાંભળીને આ મામલે સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિમણૂક કમિટી અને દેખરેખમાં મધ્યસ્થી મામલે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પ જજની બંધારણીય બેંચે સ્પષ્ટ કહ્યું હતું કે અયોધ્યા જમીન વિવાદ અને તેના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને ઝડપથી ચુકાદો સંભળાવવા માગીએ છીએ.
બેંચે કહ્યું હતું કે જો પાર્ટીઓ મધ્યસ્થીનું નામ રજૂ કરી શકે છે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ મહાસભાએ પોતાનું સ્ટેન્ડ ક્લીયર રાખ્યું છે કે, મધ્યસ્થી ન થઈ શકે. મહાસભાએ કહ્યું છે કે ભગવાન રામની જમીન છે અને તેમને મળવી જોઈએ.