જમ્મુ-કાશ્મીરને લઇને આજે મોટો દિવસ છે. અનુચ્છેદ 370 હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં લાગેલ પ્રતિબંધો વિરૂદ્ધ દાખલ અરજી પર આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવશે. જેમાં નેતાઓની આવવા-જવા પર પ્રતિબંધ, ઈન્ટરનેટ પર પ્રતિબંધ વગેરેની અરજીઓ સામેલ છે. 5 ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધું હતું.
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાર, અનુરાધા બસિન સહિત કેટલાક નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં પ્રતિબંધો વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં કોઈ બહારના રાજકિય નેતાને જવાની પરવાનગી નથી, ઈન્ટરનેટ, મોબાઈલ કોલિંગની સુવિધા પર કેટલાક પ્રતિબંધ લાગેલા છે. જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી, જસ્ટિસ બી. આર. ગવઈની બેન્ચ આ મામલે સુનાવણી કરશે.
જણાવી દઇએ કે, પાછલા દિવસોમાં સરકાર તરફથી કેટલીક સેવાઓમાં છૂટ આપવામાં આવી છે. જેમાં 40 લાખ પોસ્ટપેડ સેવાઓ, હોસ્પિટલ ઈન્ટરનેટ, 144 કલમમાં છૂટ વગેરે સામેલ છે. ઉલ્લેખનિય છે કે, આ અરજીઓ ઉપરાંત પણ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370ને લઇને પણ કેટલીક અરજીઓ દાખલ છે.