છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશના નામે લોકડાઉનનું પ્રોટોકોલ વાયરલ થઈ રહ્યું છે. જેમાં WHOનો હવાલો આપીને લોકડાઉનના પ્રોટોકોલ શિડ્યુઅલના ચાર તબક્કા દર્શાવાયા છે. જોકે હકિકતમાં આ મેસેજ ખોટો છે. મેસેજમાં જણાવાયુ છે પ્રથમ ચરણમાં એક દિવસ, બીજામાં 21 દિવસ, ત્રીજામાં 28 અને ચોથામાં 15 દિવસના લોકડાઉનની વાત કહેવાઈ છે. આ પ્રમાણે ભારતમાં 22 માર્ચે લોકડાઉનનું એક દિવસનું ટ્રાયલ હતુ. જ્યારે પ્રથમ 21 દિવસનું લોકડાઉન 24 માર્ચથી 14 એપ્રિલ ત્યાર બાદ 15 એપ્રિલથી 19 એપ્રિલ સુધીનો રિલેક્સ પિરીયડ, બાદમાં 20 એપ્રિલથી 18 મે સુધીનો બીજો તબક્કો રહેશે તેમ જણાવાયુ છે. મેસેજમાં એમ પણ લખાયુ છે કે જો આમ કરવાથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટીને ઝીરો ન થાય તો પછી 25 મેથી 10 જૂન સુધીનો 15 દિવસનું ફાઈનલ લોકડાઉન આવે.
