India રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ રૂ. 40 હજાર કરોડ રૂપિયાનો આ શોદો છે. મોદીની મોસ્કો મુલાકાતે હતા ત્યારે જ 15 જુલાઈના રોજ, યુક્રેનિયન દ્વારા S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની અત્યંત ગોપનીય વિગતો લીક કરી દીધી છે. રશિયા India ને મોટાભાગના હથિયારોની સપ્લાય કરે છે અને આ માહિતી લીક થવાને કારણે તેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
હવે યુક્રેનિયન હેકર્સે આ અત્યંત સંવેદનશીલ માહિતીને સાર્વજનિક કરી દીધી છે. જેનો લાભ ચીન અને પાકિસ્તાન ભારતના દુશ્મનો ઉઠાવી શકે છે.
- રશિયા જવાની ભૂલ મોદીને ભારે પડી, ભારતની સુરક્ષા જોખમમાં આવી શકે છે
- મિસાઈલની માહિતી ચીન અને પાકિસ્તાનને પહોંચી ગઈ
રશિયાએ ભારતને S-400 સિસ્ટમની 400 કિમી રેન્જની મિસાઈલની સપ્લાઈ શરૂ કરી દીધી છે. રશિયાએ આ ડીલની સંપૂર્ણ વિગતો ભારતને ઈમેલ દ્વારા મોકલી હતી. યુક્રેનિયન હેકર્સે ઈન્ટરનેશનલ ઈન્ટેલિજન્સ કોમ્યુનિટી ઈન્ફોર્મનાપલમની મદદથી આ ઈમેલ હેક કરીને ભારતમાં મોકલવામાં આવતા અનેક હથિયારોની વિગતો મેળવી હતી.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી ગુસ્સે થઈ ગયા હતા
અને કહ્યું હતું કે ભારતીય વડાપ્રધાન એક લોહિયાળ હત્યારાના આલિંગનમાં છે. રશિયાએ યુક્રેનની બાળકોની હોસ્પિટલ પર મોટો હુમલો કર્યો હતો જેમાં ઘણા બાળકો માર્યા ગયા હતા.
મોદીની આ મુલાકાતનો બદલો લેવા માટે યુક્રેનિયન હેકર્સે InformNapalmની મદદથી ભારત અને રશિયા વચ્ચેના હથિયારોના સોદાને સાર્વજનિક કરી દીધો. તેમાં S 400 ડીલની દરેક વિગતો પણ સામેલ છે. આમાં ભારતે કેટલી મિસાઈલો ખરીદી અને કયા સાધનો ખરીદ્યા, બધું જ જાહેર કરવામાં આવ્યું છે.
કરાર
ભારતે વર્ષ 2018માં S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ડીલ 5 અબજ ડોલરની છે. હાલમાં ભારતને 3 S-400 ડિફેન્સ સિસ્ટમ મળી છે. રશિયા હવે તેને આવતા વર્ષ સુધીમાં આપવાની વાત કરી રહ્યું છે. આ સિસ્ટમ ચલાવવા માટે રશિયાએ ભારતને ટ્રેનિંગ આપી છે.
યુક્રેનિયન હેકર્સે S-400 મિસાઈલ નંબર, તમામ સાધનોના કોડ
અને તેના સ્પેરપાર્ટ્સની માહિતી જાહેર કરી છે. રશિયા ભારતને કેટલી પ્રકારની મિસાઈલો આપશે. તેમાં S400 ના વિભાજન અંગે વ્લાદિમીર ચેર્વકોવનો ઈમેલ છે. વ્લાદિમીર મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીના એર ડિફેન્સ વિભાગના વડા છે. હવે દુશ્મનોને તેની માહિતી મળી ગઈ છે.
બાલાકોટ હુમલા બાદ ભારતે આ આદેશ આપ્યો હતો. પીએમ મોદીની મુલાકાત બાદ રશિયાએ ભારતને 120 સુપર લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલોની સપ્લાય શરૂ કરી દીધી છે. ભારતે બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ આ મિસાઈલનો ઓર્ડર આપ્યો હતો.