કોરોના કાળમાં સામાન્ય નાગરિકોની આર્થિક સ્થિતિ બગડી ગઇ છે. એવામાં વરિષ્ઠ નાગરિકોને ઉત્તમ સુવિધાઓ પ્રદાન કરવા માટે દેશના દિગ્ગજ બેંકોની કેટલીક ખાસ યોજનાઓ ઉપલબ્ધ છે. વરિષ્ઠ નાગરિકોના ઘટતા વ્યાજ દરોથી બચાવવા માટે બેંકોએ તેઓને ગિફ્ટ આપી છે. વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ ફિક્સ ડિપોઝિટ (FD) યોજના ઉપલબ્ધ છે, જેથી ઉંમરના અંતિમ પડાવમાં તેઓ વગર કોઇ પરેશાનીએ પોતાની જરૂરિયાત પૂર્ણ કરી શકે. વરિષ્ઠ નાગરિક બચત યોજનાઓમાં અન્ય બચત યોજનાઓની તુલનામાં વધારે વ્યાજ મળે છે.આ યોજનાઓ મે 2020માં લોન્ચ થઇ હતી. પરંતુ બેંકો દ્વારા આપવામાં આવેલી આ સ્પેશિયલ સ્કીમ માત્ર આ જ મહીને એટલે કે, 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ છે. એટલાં માટે આનો ફાયદો ઉઠાવવા માટે તમે જલ્દીમાં જલ્દી એપ્લાય કરો.
બેંકો દ્વારા લોન્ચ કરવામાં આવેલી સ્પેશિયલ સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોના લાભના રૂપમાં ફિક્સ ડિપોઝિટ (FDs) માં વધારે વ્યાજ દર પ્રાપ્તનો લાભ મળશે.HDFC બેંક સ્પેશિયલ FD સ્કીમ HDFC બેંકની સ્પેશિયલ એફડી સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને 75 આધાર અંક વધારે વ્યાજ મળે છે. આ સ્પેશિયલ સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને 6.25 ટકાનું રિટર્ન પણ મળશે.ICICI બેંક પણ વરિષ્ઠ નાગરિકોને વધારે લાભ આપે છે. સ્પેશિયલ ડિપોઝિટ પર ICICI બેંક 80 આધાર અંક વધારે વ્યાજ આપે છે. ICICI બેંક ગોલ્ડન ઇયર્સ એફડી સ્કીમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 6.30 ટકા વ્યાજ મળે છે.બેંક ઓફ બરોડા વરિષ્ઠ નાગરિકોને 100 આધાર અંક વધારે વ્યાજનો લાભ આપે છે. પાંચ વર્ષથી 10 વર્ષના ગાળા સુધી વરિષ્ઠ નાગરિકો દ્વારા આ સ્કીમમાં જમા કરવા પર તેઓને 6.25 ટકા વધારે વ્યાજ મળે છે.