દેશની એર લાઇન કંપની એર ઇન્ડિયાનું સર્વર સમગ્ર વિશ્વમાં ઠપ થઈ જતા સેકડો મુસાફરો અટવાયા છે. દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશિલ એરપોર્ટ પર પણ હાલમાં અનેક મુસાફરો અટવાઈ ગયા છે. એક વર્ષમાં બીજી વાર એર ઇન્ડિયાનું સર્વર ઠપ થતા એરલાઇનને મોટો ઝટકો લાગ્યો છે.
એર ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા મુજબ એરલાઈનું SITA સર્વર સમગ્ર દેશમાં અને વિદેશમાં શનિવારે વહેલી સવારે 3.30 વાગ્યાથી સ્લો થઈ ગયું છે જેના કારણે એરપોર્ટ પર અનેક મુસાફરોનો સમય બગડી રહ્યો છે.
SITA સર્વર એ ટેકનૉલોજી છે જેના માધ્યમથી એર ઇન્ડિયાના મુસાફરોનું ચેક-ઇન કરવામાં આવે છે. એરલાઇનના જણાવ્યા મુજબ એક મે બાદ કોઈ પણ યાત્રી ટિકિટ રદ કરવા માંગે અથવા તો ફ્લાઇટ કેન્સલ કરવા માંગે તો તો તેના પર કોઈ શુલ્ક નહીં લાગે જોકે, આ સુવિધા સાત દિવસના ગેપ વચ્ચે મળી શકશે.