આજના સમયમાં મહિલાઓ ઉપર ઘણા અત્યાચાર, બળાત્કાર અને છેડતીના બનતા કિસ્સા જોવા મળે છે, અને આ પ્રકારની સ્થિતિ માત્ર આજના સમયમાં જ નથી બનતી પણ પહેલાના સમયમાં પણ આવા પ્રકારની ઘટનાઓ બનતી આવે છે, કોઈ પણ શાસ્ત્ર લઇ લો દરેકમાં મહિલા ઉપરના અત્યાચારો વિષે જોવા મળશે, રામાયણમાં સીતાજી ઉપરનો અત્યાચાર હોય કે પછી મહાભારતમાં દ્રૌપદી ઉપર ભરી સભામાં ચીરહરણની ઘટના હોય, આજના મોર્ડન યુગમાં આવા પ્રકારની ઘટના મોર્ડન પદ્ધતિથી થતી હોય છે.
અને આ પ્રકારની ઘટનાઓ ક્યારે અટકશે તેના વિષે તો કહેવું મુશ્કેલ છે, આમ જોવા જઈએ તો જ્યાં સુધી પુરુષોના દિલમાં મહિલાઓ પ્રત્યે સન્માન નહિ જાગે ત્યાં સુધી તો આમ જ ચાલશે. આવી જ એક બાબત વિષે આને અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આવો જાણીએ શું છે તે બાબત. વિસ્તારથી જાણીએ.
હિલાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના નગરોટા બગવાના પઠીયારમાં દેહ વેપારના આરોપમાં પકડાઈ ગઈ બંને મહિલાઓને પોલીસે કોર્ટમાં રજુ કરી. કોર્ટે તેને ચાર દિવસની પોલીસ રિમાન્ડ ઉપર મોકલી દીધી છે.
નગરોટા બગવા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ભારત ભૂષણે જણાવ્યું કે મહિલાઓ સાથે પોલીસ પુછપરછ કરી રહી છે. પોલીસ કેસમાં દરેક પાસાઓની તપાસ કરી રહી છે. પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે મહિલાઓ એકથી બે હજાર રૂપિયા પ્રતિ ગ્રાહક લેતી હતી.
પોલીસને શંકા છે કે આ મહિલાઓના સંપર્કમાં બીજી મહિલાઓ પણ હોઈ શકે છે. નગરોટા બગવા પોલીસે ધર્મશાળા આવેલા મહિલા પોલીસ સ્ટેશન સાથે સંયુક્ત રીતે કાર્યવાહી પૂરી કરી લીધી છે.
એક મહિલા ઉપર દેહ વેપારના ધંધામાં એજન્ટનું કામ કરવાનો આરોપ છે, જયારે બીજી ૩૫ વર્ષની મહિલા મૂળ નેપાળી માનવામાં આવી છે. એજન્ટ તરીકે કામ કરવા વાળી મહિલા નગરોટા બગવાના પઠીયારમાં એક ભાડાના મકાનમાં રહે છે.
પોલીસે નાટકીય રીતે બે વ્યક્તિઓને ગ્રાહક તરીકે મોકલ્યા. તે દરમિયાન બંને વ્યક્તિઓ અને મહિલા વચ્ચે સોદો નક્કી થયો. ત્યાર પછી પોલીસે મહિલાને પકડી.