PM Modi : શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે 10 માર્ચે ભારત બંધનું કર્યું એલાન 27 ફેબ્રુઆરી 2024ના દિવસથી આપ્યું હતું. તેઓ પદયાત્રા કરીને એવા લોકોને સમર્થન કરવા અપાલ કરશે જે ગો હત્યા રોકવા માંગતા હોય. ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર અને તે પહેલાની વાજપાઈની 5 વર્ષની મળીને 15 વર્ષમાં ગો હત્યા પર પ્રતિબંધ ન મૂક્યો હોવાથી તેઓ ખફા છે. લોકસભાની ચૂંટણીને થોડા અઠવાડિયા રહી ગયા છે ત્યારે ભારતમાં ધર્મ વિરૂદ્ધ રાજનીતિ સામસામે આવી ગઈ છે. ત્યારે ગુજરાતમાં ગો વધ અને ગો સંરક્ષણ અંગે શું સ્થિતી છે તેની ચર્ચા થઈ રહી છે.
લોકસભા ચૂંટણી 2024માં અમારું સમર્થન માત્ર એ જ પક્ષને રહેશે જે ગૌહત્યાના વિરોધમાં હશે. આ માટે અમે 100થી વધુ પક્ષોને શપથ પત્ર પણ મોકલી આપ્યા છે. ત્રણ પક્ષોએ તેના પર હસ્તાક્ષર કરીને અમને પોતાનું સમર્થન પણ આપ્યું છે. શપથ પત્ર પર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી તેમને અમારું સમર્થન નહીં મળશે.
છેલ્લાં બે દિવસથી તેની ભારે ચર્ચા ભારતમાં છે. કારણ કે તેમણે અયોધ્યામાં રામમંદિરનું શિખર અધુરું હોવાથી તેમાં જવાનો ઈન્કાર કર્યો હતો. અને મોદીના કામને ધર્મ વિરોધી ગણાવ્યું હતું. હવે તેઓ મોદીની સામે આંદોલન દ્વારા આવ્યા છે.
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે નરેન્દ્ર મોદીના મત વિસ્તાર કાશીમાં એલાન કર્યું હતું. 75 વર્ષમાં અમે ઘણી બધી સરકારો જોઈ છે પરંતુ આજ સુધી ગૌ હત્યા પર કાયદા દ્વારા પ્રતિબંધ લાદવામાં નથી આવ્યો.
રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે અમે પદયાત્રા કરીશું અને ગૌહત્યાના વિરોધમાં 10 માર્ચે સવારે 10:00 વાગ્યાથી આગામી 10 મિનિટ માટે ભારત બંધનું એલાન રાખવા ભારત ભરના લોકોને વિનંતી કરી આદેશ આપ્યો હતો.
સંતો અને હિન્દુ સમાજમાં ભારે રોષ હોવાથી લોકો ઘરની બહાર નીકળીને માતા ગાયના નામ પર 10 મિનિટ સુધી ભજન કરશે. સામાજિક અને આર્થિક નુકસાન ન થાય એટલે 10 મિનિટ બંધ ચાલશે. તેમણે આહવાન કર્યું હતું.
ભાજપ અને આરએસએસ તથા વિશ્વ હિંદુ પરિષદ વારંવાર હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા અંગે લોકોને ભરમાવે છે ત્યારે શંકરાચાર્યએ માંગણી કરી હતી કે, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દેશમાં સૌપ્રથમ ગૌહત્યા બંધ કરવી જોઈએ. આમ કરીને તેઓ મોદીને પડકાર ફેંકી રહ્યાં છે.
ગુજરાતથી શરૂઆત
9 ઓક્ટોબર 2022માં શંકરાચાર્ય અમદાવાદના શાહપુરના અદ્વૈત આશ્રમમાં આવ્યા હતા. ત્યારે તેમણે એવું કહ્યું હતું કે ધર્મના રસ્તે રાજકારણમાં ઝડપથી સફળ મળે છે.
18 ફેબ્રુઆરી 2024માં તેઓ ગોધરા હતા. દેશમાં રામ આવી ગયા, હવે ગૌહત્યા અટકાવવી જરૂરી એવું નિવેદન આપીને ગુજરાતમાં આંદોલનની શરૂઆત કરી હતી.
મોદી સરકારને ભીંસમાં લેતી બંધના એલાન પહેલાં તેઓ 22 ફેબ્રુઆરીએ ગુજરાતના ડીસામાં આવ્યા હતા અને મોદીને આડકતરી રીતે પડકાર ફેંકીને ગયા હતા કે, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે દેશમાં સૌપ્રથમ ગૌહત્યા બંધ કરવી જોઈએ.આમ તેમણે મોદીના ગૃહ રાજ્ય અને સંઘની હિંદુ લેબોરેટરી ગુજરાતમાં આવીને આ પડકાર ફેંકીને દેશને ચોંકાવી દીધો હતો. ડીસા એ ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું જન્મસ્થાન છે.
ડીસામાં શુભેચ્છા મુલાકાત દરમિયાન જ્યોતિષપીઠના સંત સ્વામી, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેસ્વરાનંદ સરસ્વતીજી મહારાજએ કહ્યું કે ગૌ હત્યા બંધ નથી થઈ તે આપણા હિન્દુ સમાજ પર સૌથી મોટું કલંક છે.
ગાયને પશુઓની સૂચિમાંથી નીકાળી રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે.
આ વખતે ચૂંટણીમાં દરેક લોકોએ ઘર આગળ બોર્ડ લગાવવું જોઈએ કે ગૌહત્યા બંધી લગાવ્યા બાદજ વોટ માંગવા આવજો નહિ તો ના આવતા.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દેશની નદીઓના વૈદિક નામો પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરની નદીઓના પ્રાચીન નામકરણ કરવા કહ્યું હતું. વૈદિક પદવીઓ પુનઃસ્થાપિત કરવા સરકારને કહ્યું હતું.
કાશ્મીરની ચિનાબ માટે “આસિકની”, જેલમ માટે “વિતાસ્તા”, રવિ માટે “પરુષ્ણી”
અગાઉ તેમણે કહ્યું હતું કે, કેટલાક રાજકારણીઓ હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. આવા રાજકારણીઓ પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મુકવો જોઈએ, જેથી તેઓ ચૂંટણી લડી ન શકે.
ગુજરાતમાં ગાયોની સ્થિતી
ગુજરાતમાં એક પણ ગાય કાપીને તેનું માંસ ખવાતું નથી એવું પશુપાલન વિભાગના આંકડા કહે છે. પણ રોજ ગૌ માંસ તો પકડાય છે જ. બિહારમાં જો 5 લાખ ગાયનું માંસ ખવાતું હોય તો ગુજરાતમાં ન ખવાતું હોવાનું કોઈ કારણ નથી.
ગુજરાતમાં 10 હજાર ભેંસોનું માંસ ખાવા કાપવામાં આવે છે. 54 હજાર ઘેટા કાપવામાં આવે છે. 80 હજાર બકરી અને 4 હજાર ભૂંડ, તથા 3 કરોડ મરઘીની હત્યા કરાય છે. આમ 3.2થી 3.50 કરોડ પશુઓને મારીને માંસ ખાવામાં આવે છે.
ગૌ માંસ
3 માર્ચ 2020 ગુજરાતમાં 2 હજાર ગાયોની કતલ થઈ હોવાનું પકડાયું છે. એક લાખ કિલો ગૌમાંસ પકડાતાં એક ગાયનું 50 કિલો ગણતાં 2 હજાર ગાયો થવા જાય છે. જોકે, જે માંસ પકડાય છે. તે માત્ર 1થી 10 ટકા હોઈ શકે છે. તે હિસાબે 20 હજારથી ઘણી વધું ગાયની કતલ થતી હોવાની ગણતરી માલધારીઓ મૂકી રહ્યાં છે. બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું હોવાનો રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો હતો. જ્યારે 3,462 ગૌવંશ(ગાય, બળદ, આખલા, વાછરડા) ઝડપાયા છે. તેમાં પણ સુરતમાં સૌથી વધુ 55 હજાર 162 કિલો ગૌમાંસ ઝડપાયું હતું.
2011ના વર્ષથી એટલે જે 8 વર્ષમાં આશરે 24 કરોડ જાનવરોની ગેરકાયદે કતલ થઈ હતી. 2024માં તે વધી છે. 3 કરોડ કતલથી વધીને 4 કરોડ થઈ છે.
25 એપ્રિલ 2023ના અહેવાલ પ્રમાણે ગાય માટે ભાજપની હિંદુ વિચારધારા ધરાવતી સરકારે પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય માટે રૂ.900ની સબસીડી આપે છે. પણ તે 4 ટકા માંડ થાય છે.
દેશી અને શંકર મળીને ગૌ વંશ 2012માં 1 કરોડ હતા તે 2019માં 96 લાખ 43 હજાર થઈ ગયા હતા. જેમાં બળદ 20 લાખ અને ગાય 67 લાખ 66 હજાર છે. આમ બળદો 47 લાખ ગુમ હતા. ક્યાં ગયા.
ગુજરાત સરકારે ગૌ વંશ પ્રતિબંધ મૂકતો કાયદો 1995થી બનાવ્યો પણ બળદો ગુમ થઈ રહ્યા છે. તે ક્યાં ગયા?
પશુ ઘટ્યા ને દૂધ વધ્યું
2012માં દૂધનું ઉત્પાદન 9.81 કરોડ કિલો હતું, જે 2019માં વધીને 14.50 કરોડ લિટર થઈ ગયું હતું. ગાય ઘટી તો દૂધનું ઉત્પાદન કઈ રીતે વધી શકે. ભેસોની સંખ્યા પણ એટલી વધી નથી.
દેશી ગાયો ઘટી
બીજું એ કે દેશી ગાયો 2012માં 50 લાખ 32 હજાર હતી તે 7 વર્ષમાં 2019માં ઘટીને 43 લાખ 77 હજાર થઈ ગઈ હતી. 6 લાખ 55 હજાર ગાયો ઘટી ગઈ હતી. વર્ષે 1 લાખ દેશી ગાયો ઓછી થઈ રહી છે. તે હિસાબે 2023માં દેશી ગાયની સંખ્યા 40 લાખ થઈ ગઈ હોઈ શકે છે. મોદી રાજની શરૂઆત થઈ ત્યારથી ગણવામાં આવે તો 2024માં ગુજરાતમાં ગાયની સંખ્યા 2 કરોડ હોવી જોઈતી હતી. બળદોની સંખ્યા 2 કરોડ 25 લાખ હોવી જોઈતી હતી. તેના બદલે વર્ષે 1 લાખ ગાય અને 2 લાખ બળદ ઓછા થઈ રહ્યા છે.
દેશી બળદો ગુમ
ગાયો બચ્ચાને જન્મ આપે છે તેમાં વાછરડાનો જન્મદર વધું હોય છે. તે હિસાબે આજે 40 લાખથી વધારે દેશી બળદ કે આખલા હોવા જોઈતા હતા. પણ 2019માં માત્ર 18 લાખ 50 હજાર હતા. જે 2012માં 30 લાખ 25 હજાર હતા. 2023માં 16 લાખ બળદ માંડ હશે આમ 50 ટકા બળદ 7 વર્ષમાં ઘટી ગયા. જે કાંતો છાત પીતા કરાયા છે કાંતો કતલ ખાને ગયા છે.
આમ ગાયની સરખામણીએ 40 લાખ બળદની સામે માત્ર 16 લાખ છે. બાકીના 24 લાખ બળદો ગુમ છે. તે ક્યાં ગયા ? તેનો કોઈ જવાબ સરકાર આપતી નથી.
શંકર ગાયો
દેશી ગાયોની સામે શંકર કે ક્રોસ બ્રિડ ગાયો 2012માં 17 લાખ 34 હજાર હતી તે 2019માં વધીને 32 લાખ 70 હજાર થઈ ગઈ હતી. શંકર ગાયોના બળદો 1 લાખ 92 હજાર હતા તે ઘટીને 1 લાખ 36 હજાર થયા છે.
આમ ગુજરાતમાં ભાજપના રાજમાં ગૌ વંશનો ખાત્મો બોલી ગયો છે.
કાયદા બનાવ્યા હોવા છતાં 30 વર્ષમાં આવી સ્થિતી ઊભી થઈ છે. તેથી શંકરાચાર્ય માંગણી કરી રહ્યાં છે. અને ભારત બંધનું એકાન આપ્યું છે.
આદી શંકરાચાર્ય કોણ
હિંદુ તીથી પ્રમાણે 788 ઈ.સ.માં શંકરાચાર્યનો જન્મ થયો હતો. 8 વર્ષની નાની ઉંમરમાં જ વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. 820 ઈ.સ.માં તેમણે હિમાલયમાં સમાધિ લઇ લીધી.
આદિ ગુરુ શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો. નમ્બૂદરી બ્રાહ્મણ કુળમાં થયો હતો. આજે આ કુળના બ્રાહ્મણ બદ્રીનાથ મંદિરના રાવલ હોય છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યની ગાદી ઉપર નમ્બૂદરી બ્રાહ્મણ જ બેસે છે.
ભારત યાત્રા કરી અને દેશના 4 ભાગમાં 4 પીઠની સ્થાપના કરી. તેમણે 3વાર આખા ભારતની યાત્રા કરી હોવાનું માનવામાં આવે છે.
4 વેદ સાથે 4 પીઠ જોડાયેલાં છે. ઋગ્વેદ, દક્ષિણથી યર્જુર્વેદ, પશ્ચિમથી સામવેદ અને ઉત્તરથી અથર્વવેદની ઉત્ત્પત્તિ થઇ છે. આ આધારે શંકરાચાર્યે 4 વેદો અને તેમાંથી ઉત્પન્ન થતાં અન્ય શાસ્ત્રોને સુરક્ષિત રાખવા માટે 4 મઠ એટલે પીઠની સ્થાપના કરી હતી.
ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના જોશીમઠમાં જ્યોતેશ્વર મહાદેવ નામનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરનો સંબંધ આદિ ગુરુ શંકરાચાર્ય સાથે છે. બદ્રીનાથમાં આદી શંકરાચાર્યની સમાધી છે. શંકરાચાર્યજીએ દેશના ચાર મઠની સ્થાપના કરી હતી અને પહેલું મઠ જ્યોર્તિમઠ બનાવ્યું હતું.
શંકરાચાર્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેસ્વરાનંદ સરસ્વતીજી મહારાજ છે.
શંકરાચાર્ય સ્વરુપાનંદ સરસ્વતીના નિધનના બાદ 12 સપ્ટેમ્બર 2022માં જ્યોતિષમઠ અને શારદા પીઠના નવા શંકરાચાર્યની જાહેરાત કરવામાં આવી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી સદાનંદને સ્વરુપાનંદ સરસ્વતીના વારસદાર જાહેર કરાયા હતા. તેઓ હવે સત્ય લડાઈ લડીને રાજકીય પક્ષનો પડકાર ફેંકી રહ્યાં છે.
અધુરા રામ મંદિરને તેમણે દિવ્યાંગ રામ મંદિર જાહેર કર્યું છે. ચૂંટણી ઢંઢેરામાં જે પણ પાર્ટી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાનું નક્કી કરે એ પાર્ટીને વોટ આપો તેમ તેમણે લોકોને કહ્યું હતું. ’10 10 10, ગૌ હત્યા હવે બસ’ ના નારા લગાવવા કહ્યુ છે. 10મી માર્ચના રોજ 10 કલાકે 10 મિનિટ સુધી ગાય માતા માટે ઘરની બહાર આવી ‘રાષ્ટ્રીય માતા જાહેર કરો’ ના નારા લગાવા લોકોને જગતગુરુ શંકરાચાર્યએ આહ્વાન કર્યું હતું.
હિંદુઓ ના સર્વોચ્ય સંત છે. શાસ્ત્રો ના જ્ઞાતા છે. મોદીને મહાન ચીતરવા માટે સંતો નું અપમાન કરવું યોગ્ય નથી. તેઓને પક્ષાપક્ષી થી કોઈ મતલબ નથી હોતી. શાસ્ત્રો મુજબ તેમણે કહ્યું છે.