દેશની રાજધાની નવી દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં કકળાટ થતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતે પાર્ટીના જ એક સનિયર નેતા પર સંગીન આરોપ લગાવ્યો છે. સંદીપ દીક્ષિતે દિલ્હી કોંગ્રેસના પ્રભારી પીસી ચાકોને શીલા દીક્ષિતની મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. આ માટે તેમણે પીસી ચાકોને કાનૂની નોટિસ મોકલી છે.
ચાકો વિરૂદ્ધ કાનૂની કાર્યવાહીની માંગ
સંદિપ દીક્ષિતે પીસી ચાકો પર આરોપ લગાવ્યો કે, તેમને શીલા દીક્ષિતને માનસિક પરેશાન કર્યા હતા. જેના કારણે તેમનું મોત નીપજ્યું છે. સંદીપે લીગલ નોટિસમાં પીસી ચાકો વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.
જણાવી દઈએ કે, શીલા દીક્ષિતના અવસાનને અઢી મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે. સંદીપ દીક્ષિતે જણાવ્યું કે, જો પીસી ચાકો માફી નહીં માંગે તો હું તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવીશ.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક મતભેદોને લઈને શીલા દીક્ષિતે સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાર્ટીમાં અંદરોઅંદર જૂથબંધી ચાલી રહી છે, જેના કારણે તે પરેશાન છે. જો કે આ પ્રકારના કોઈ પત્રને જાહેર કરવામાં આવ્યો નહતો