સાઈબાબાના જન્મ સ્થળને લઈને શરૂ થયેલા વિવાદને લીધે આજે રવિવારે શિરડી બંધની હાકલ કરવામાં આવી છે. આ પાર્શ્વભૂમિમાં આ વિસ્તારના લોક પ્રતિનિધિને આ વિસ્તારના લોકપ્રતિનિધિને નાતે રાધાકૃષ્ણ વિખે- પાટીલે એક પત્રકાર પરિષદ લઈને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. પરભણી જિલ્લાના પાથરીને સાઈબાબાનું જન્મસ્થાન ઘોષિત કરવાની માગણી કરવામાં આવી રહી છે તેથી આ વિવાદ શરૂ થયો છે. વિખે પાટીલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેને દિશાભૂલ કરતી માહિતી આપવામાં આવી છે.
બાબાના જન્મ વિષે પાથરીનો કોઈ પુરાવો નથી. બ્રિટીશ કાળમાં પણ આ મુદ્દે વિવાદ થયો હતો પણ તે બાબતના કોઈ પુરાવા મળ્યા નથી. કરોડો સાઈ ભક્તોનું દિલ દુભાયું છે તેની સરકારે નોંધ લેવી જોઈએ. સાઈ સંસ્થાને પગલાઓ ઉપાડી આ ગેરસમજણ દૂર કરવી જોઈએ તેવું પણ વિખે પાટીલે જણાવ્યું હતું. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આ ભાગના લોક પ્રતિનિધિ તરીકે શિરડી બંધને મારો ટેકો છે. શિરડી બંધ રહેવાનું હશે તો પણ સાઈ મંદિર અને ભક્ત નિવાસ ખુલ્લું રહેશે. 25 જેટલા ગામો બેમુદત બંધમાં સહેભાગી થઈ રહ્યા છે.