ભારતીય સ્ટેટ બેંક (SBI) એ બીજી વખત તેની ફિક્સ ડિપોઝિટ (FD)ના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તેનાથી લાખો ગ્રાહકોને નુકસાન થશે. બેંકે FD પરના વ્યાજ દરમાં 0.5%નો ઘટાડો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા FD પરના આ નવા વ્યાજ દર સોમવાર (26 ઓગસ્ટ)થી અમલમાં આવી ગયા છે. SBIના આ પગલા પછી દેશની અન્ય બેંકો પણ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
RBIએ 7 ઓગસ્ટે રેપો રેટ ઘટાડ્યો હતો. ત્યારબાદ SBIએ FD વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. RBIએ તેની ત્રીજી દ્વિ-માસિક નીતિમાં રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. આ પછી વ્યાજ દર 5.75%થી ઘટીને 5.40% થયો છે. બેંકે રિટેલ FD પર 10-50 બેસિસ પોઇન્ટ અને FD પર 30-70 બેસિસ પોઇન્ટ ઘટાડ્યા હતા.
26 ઓગસ્ટથી બદલાયેલા FDના નવા વ્યાજ દર
7 થી 45 દિવસની FD
SBIએ 7 થી 45 દિવસની FD પર વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કર્યો છે. અત્યારે બેંક 7થી 45 દિવસની FD પર 5% વ્યાજ ચૂકવતી હતી. પરંતુ 26 ઓગસ્ટથી આ દર 4..5% રહેશે.
46 દિવસથી 179 દિવસ
SBIએ 46 થી 179 દિવસની FD પર 0.25%ના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. અત્યારે બેંક 46થી 179 દિવસની FD પર 5.75% વ્યાજ ચૂકવતી હતી. પરંતુ 26 ઓગસ્ટથી તે 5.50% રહેશે.
180 દિવસથી 210 દિવસ
180 દિવસથી 210 દિવસોની FD પર SBIએ વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. હાલ 180 દિવસથી 210 દિવસની FD પર બેંક 6.25% વ્યાજ ચૂકવતી હતી. 26 ઓગસ્ટથી આ વ્યાજ દર 6.00% થઈ ગયો છે.
211 દિવસથી 1 વર્ષ
SBIએ 211 દિવસથી 1 વર્ષની FD પર 0.25% વ્યાજ દર ઘટાડ્યો છે. અત્યાર સુધી તબક્કે 6.25% વ્યાજ મળ્યું હતું. પરંતુ 26 ઓગસ્ટથી તે 6.00% રહેશે.
1 વર્ષથી 2 વર્ષ
SBI હજી 1 થી 2 વર્ષના FD પર 6.80% વ્યાજ ચૂકવતી હતી. પરંતુ રેટ રિવાઇઝ થયા બાદ તે 6.70% રહેશે.
2 વર્ષથી 3 વર્ષ
SBI 2 વર્ષથી 3 વર્ષ સુધીની FD પર 6.70% વ્યાજ આપી રહી હતી. પરંતુ હવે તે 6.50% થઈ ગયો છે.
3 વર્ષથી 5 વર્ષ
અત્યાર સુધી FD પર 6.60% વ્યાજ મળી રહ્યું હતું. પરંતુ હવે આ FD પર 6.25% વ્યાજ આપવામાં આવશે.
5 વર્ષથી 10 વર્ષ
5થી 10 વર્ષ માટે 25 બેસિસ પોઇન્ટ ઘટાડવામાં આવ્યા છે. આ FD પર 6.50% વ્યાજ મળી રહ્યું હતું. પરંતુ હવે SBI 5થી 10 વર્ષની FD પર 6.25% વ્યાજ આપશે.