કોરોના વાયરસનાં ભયંકર સંકટને જોતા ભારતે 21 દિવસનું લોકડાઉન કર્યું છે. આ દરમિયાન અનેક અફવાઓ ફેલાઈ રહી છે. તેમાની એક અફવા એ પણ છે કે બેંકો અને એટીએમ પણ બંધ થશે. આ અફવા પર નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા આપી છે. તેમણ ખાતરી આપી છે કે આ સંકટનાં સમયમાં પણ તમામ બેંકો અને એટીએમ ખુલ્લા રહેશે.
નાણામંત્રીએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની લોકોને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યાં જરૂર લાગી રહી છે ત્યાં સેનિટાઇઝર પુરુ પાાડવામાં આવી રહ્યું છે. તેમણે ટ્વવીટ કરતા જણાવ્યું કે, ‘તમામ બેંકો એ વાતનો ખાસ ધ્યાન રાખે કે તેમની તમામ બ્રાંચ અને એટીએમ ખુલ્લા રહે. બેંકો એ વાતની પણ ખાતરી કરે કે તેમના એટીએમમાં પૈસા ભરેલા હોય અને તે ચાલું સ્થિતિમાં હોય. બેંક કૉરસપૉન્ડન્ટ્સ સક્રિય બન્યા છે.’