કનૈયા કુમારને બિહારમાં ફરીવાર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લખીસરાયમાં ગાંધી મેદાનમાં સભા માટે પહોંચેલા કનૈયા કુમાર પર એક યુવકે વિરોધ વ્યક્ત કરતા ચપ્પલ ઉછાળી. જો કે બાદમાં પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવીને કસ્ટડીમાં લીધો.
પ્રાપ્ત વિગતો અનુસાર લખીસરાયના ગાંધી મેદાનમાં કનૈયા કુમાર સોમવારે જનસભા સંબોધિત કરવા પહોંચ્યા. આ દરમિયાન કનૈયાની સભામાં હોબાળો થયો અને વિરોધ વચ્ચે એક યુવકે કનૈયાના મંચ તરફ ચપ્પલ ઉછાળી. જે બાદ કનૈયાના સમર્થકોએ યુવકની ધોલાઈ કરી ત્યાં હાજર પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવ્યો અને કસ્ટડીમાં લીધો અને મારના લીધે ઘાયલ થયેલા યુવાનને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ.
કનૈયા કુમાર તરફ ચપ્પલ ઉછાળનારા યુવાનનું કહેવું છે કે, કનૈયા દેશનો ગદ્દાર છે. તે દેશમાં દંગા કરાવવા માંગે છે. સાથે જ તેણે કહ્યું કે, વામપંથી વિચારધારા કામ નહી આવે. અમે તેને કોઈ પણ કિંમતે નહી છોડીએ