કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અચાનક તબિયત ખરાબ થતાં તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.. સોનિયા ગાંધીને સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. હોસ્પિટલ તરફથી જાહેર કરેલા હેલ્થ બુલેટિનમાં જાણકારી આપતા કહ્યુ છે કે, તેમની તબિયત હાલ સામાન્ય છે. અને તેમને રૂટિન ચેકઅપ માટે દાખલ કરાયા છે.
જણાવી દઈએ કે, સોનિયા ગાંધીનો હૈક્ટિવ કાર્યક્રમ હતો. પાર્ટીના રાજ્યસભા સાંસદો સાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક પણ યોજી હતી.હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, કોંગ્રેસ અધ્યક્ષાને સાંજે સાત વાગ્યાની આસપાસ નિયમિત તપાસ માટે ભરતી કરાયા છે. હાલમાં તેની તબિયત સામાન્ય અને સ્થિર છે