કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ફરીએકવાર સોનિયા ગાંધીને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓમાં પ્રાણ ફૂંકતા તેમને આક્રામક અને મજબૂત બન્યા રહેવા માટે કહ્યું હતું. સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે 52 સાંસદ જ BJP સામે લડવા માટે કાફી છીએ.
શનિવારના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ મતદારોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તમામ કોંગ્રેસના સભ્યોને યાદ રાખવું પડશે કે, આપણે બધા સંવિધાન માટે લડી રહ્યા છીએ અને કોઇપણ ભેદભાવ વગર દરેક દેશવાસી માટે લડી રહ્યા છીએ.
વધુમાં રાહુલે કહ્યું હતું કે, આપણે મજબૂત અને આક્રામક રહેવું પડશે. લોકસભા ચૂંટણીમાં ઓછી સીટ જીતવા છતા રાહુલે તાકતવર હોવાનો એહસાસ કરાવ્યો હતો અને કહ્યું હતું કે, આપણે 52 સાંસદો છીએ અને હું ગેરન્ટી આપું છું કે, 52 જ BJPથી ઇંચ-ઇંચ લડવા માટે કાફી છે.