દેશ આ સમયે કોરોના વાયરસના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને લોકડાઉનના કાણે ધંધા-રોજગારો પર પણ માઠી અસર પડી રહી છે. આ સંકટ વચ્ચે છેલ્લા લગભગ 10 દિવસથી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે સંકટના સમયમાં પણ તમારી સરકાર સતત ભાવ વધારી રહી છે અને તેનાથી હજારો કરોડ રૂપિયા કમાવી ચૂકી છે. તેમની માગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે ભાવ વધારો પરત ખેંચી રહી છે.
સોનિયા ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે સરકારે લોકડાઉન દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. એવા સમયે કે જ્યારે લોકો આવી મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે તેમના પર આ રીતે ભાવ વધારાનો મારો ચલાવવો તે યોગ્ય નથી. એવામાં સરકારની ફરજમાં આવે છે કે તેઓ લોકોને આવા માનવપ્રેરિત સંકટથી દૂર રાખે.