આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.
જોકે તે પહેલા જ કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ કીર્તિ આઝાદ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાય તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર, મમતા બેનરજીની હાજરીમાં તે ટીએમસીમાં સામેલ થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે.
26 વર્ષ સુધી ભાજપમાં રહેલા પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે થોડા સમય પહેલા ભાજપને અલવિદા કહી દીધું હતું. તેઓ ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ બિહારના કદાવર નેતા અને પૂર્વ સીએમ ભગવત ઝા આઝાદના પુત્ર છે. બિહારમાંથી તેઓ ભાજપની ટિકિટ પરથી ત્રણ વખત સાંસદ તરીકે પણ ચૂંટાયા છે.
જો કીર્તિ આઝાદની ટીએમસીમાં જોડાવાની અટકળો સાચી પડે તો કોંગ્રેસ અને ટીએમસીના સબંધોમાં વધારે ખટાશ આવી શકે છે.