ભારતમાં કોરોનાવાયરસ સંક્રમણના સ્ટેજ-3માં જે કોમ્યૂનિટીના સ્તરનું ટ્રાન્સમિશન છે, તેમાં પહોંચી ગયો છે. આ સ્ટેજની શરૂઆત થઈ ચૂકી છે. ધ ક્વિટને આપેલ એક ઈન્ટરવ્યુંમાં કોવિડ-19 હોસ્પિટલ ટાસ્ક ફોર્સના સંયોજક ડો. ગિરધર જ્ઞાનીએ ખુલાસો કર્યો છે. મંગળવારે, 24 માર્ચે જ્ઞાનીએ પ્રમુખ ડોક્ટરો અને હેલ્થકેર પ્રોવાઈડર્સની તે બેઠકમાં ભાગ લીધો જેની અધ્યક્ષતા પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.
કોઈપણ સંક્રમણની પરિસ્થિતિમાં કમ્યૂનિટી ટ્રાન્સમિશન એટલે માણસથી માણસમાં બિમારીનું પ્રસાર સૌથી મહત્વપૂર્ણ સ્ટેજ માનવામાં આવે છે. આ સ્ટેજમાં મહામારી ખુબ જ ઝડપી ફેલાય છે અને આ સ્ટેજમાં આના સ્ત્રોતની પણ જાણકારી મેળવી શકવી અઘરી બની જાય છે. ડો. જ્ઞાની અનુસાર આવનાર પાંચથી છ દિવસમાં આ મહામારીને રોકવા માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કેમ કે, તે બધા જ લોકોમાં બિમારીના લક્ષણ દેખાવાનો સમય આવી ગયો છે જે સંક્રમિત થઇ ચૂક્યા છે.
તેમને આગળ કહ્યું- કોવિડ-19 હોસ્પિટલ બનાવવા માટે આપણા પાસે ખુબ જ ઓછો સમય બચ્યો છે, કેમ કે, આવનારા અઠવાડિયાઓમાં કોઈપણ દિવસે આ બિમારીનો વિસ્ફોટ થઇ શકે છે અને આપણા પાસે જરૂરી સંખ્યામાં પ્રશિક્ષિત મેડિકલ સ્ટાફ અને કોવિડ-19 હોસ્પિટલ નથી.
ડો જ્ઞાનીએ તે પણ કહ્યું કે, કોરોનાવાયરસના ટેસ્ટના મામલામાં સરકાર હજું પણ જૂની અભાવગ્રસ્ત નીતિઓ પર ચાલી રહી છે, જેથી ઝડપીમાં ઝડપી બદલવાની જરૂરત છે.