ત્રિપુરામાં અનેક દિવસોથી ચાલી રહેલી હિંસાની આગ શુક્રવારે મહારષ્ટ્રના ત્રણ શહેરોમાં પણ જોવા મળી . મહારાષ્ટ્રના નાંદેડ,, માલેગાંવ અને અમરાવતીમાં બપોર પછી હિંસા ફેલાઇ હતી. જોકે, બપોર પછી હિંસક થયેલો માહોલ ત્રણેય શહેરોમાં સાંજ થતાં-થતાં પોલીસે કંટ્રોલ કરી લીધો હતો. હાલમાં ત્રણેય શહેરોમાં શાંતિ અને ભારી સંખ્યાબળમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
બંધ દરમિયાન નાંદેડ જિલ્લાના શિવાજીનગર વિસ્તારમાં ભારે પથ્થરમારો થયો છે. અહીં કેટલીક ગાડીઓમાં તોડ-ફોડ કરવામાં આવી છે. આ ઘટના બળજબરીપૂર્વક દુકાનો બંધ કરાવવા દરમિયાન થઈ હતી. કેટલીક જગ્યાએ પોલીસ સાથે જપાજપી થવાના સમાચાર પણ મળી રહ્યાં છે. જિલ્લાની બધા આલાધિકારી હાલ પણ પ્રભાવિત વિસ્તારોમાં હાજર છે અને બંને પક્ષોને સમજાવવાની કોશિશ કરી રહ્યાં છે.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલે કહ્યું કે ત્રિપુરામાં થયેલી હિંસાના વિરોધમાં મુસ્લિમોએ આખા રાજ્યમાં પ્રદર્શન કર્યા. આ દરમિયાન નાંદેડ, માલેગાંવ, અમરાવતી અને કેટલીક અન્ય જગ્યાઓ પર પથ્થરમારાની ઘટનાઓ ઘટી છે. હું બધા હિન્દુ અને મુસ્લિમોને રાજ્યમાં શાંતિ બનાવી રાખવાની અપીલ કરૂ છું.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા પછી ત્રિપુરામાં થઈ મોટી હિંસા
જણાવી દઈએ કે, ત્રિપુરામાં મોટા સ્તર પર સાંપ્રદાયિક હિંસા જોવા મળી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલા પછી જ ત્રિપુરામાં માહોલ ગરમાયો હતો. મુસ્લિમ સંગઠનોનો આરોપ હતો કે, ત્યાં તેમને ધમકી આપવામાં આવી રહી છે અને હુમલા થઈ રહ્યાં છે. ધાર્મિક સ્થળો તોડવાની અફવાઓ પણ જોરશોરમાં ચાલી રહી હતી પરંતુ પોલીસે પોતાની તપાસમાં આાવા સમાચારોને ફગાવી દીધા છે. પરંતુ તણાવપૂર્ણ માહોલ અને કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટ્સના કારણે આખા દેશમાં ત્રિપુરા હિંસાનો વિરોધ થયો છે.