કોર્ડ અનુસાર પાછલા વર્ષ ઓક્ટોબરથી સબ્સિડી વાળા સિલિન્ડર પર 35.55 રૂપિયા વધી ગયું છે. રાજ્ય સભામાં લેખિત સવાલના જવાબમાં પેટ્રોલિયમ મંત્રીએ માહિતી આપી હતી. ધમેન્દ્ર પ્રધાને કહ્યું કે, એક એક્ટોમ્બર 2019થી દિલ્હીમાં સબસિડી વાળા સિલેન્ડરની કિંમત 538.95 રૂપિયા હતી અને આ મહિને આ કિંમત 574.50 રૂપિયા રહી. જોકે, જવાબમાં તેમણે કિંમતમાં વધારાનું કારણ જણાવ્યું નહતું.
પાછલા 5 મહિનામાં ઘરેલૂ LPG સિલિન્ડરની કિંમત 35.55 રૂપિયા સુધી વધારવામાં આવ્યો છે. બુધવારે (18 માર્ચ 2020)માં પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાને આ માહિતી આપી છે. સરકારની નીતિ અનુસાર આખા દેશમાં એલપીજી બજાર કિંમત પર ઉપલબ્ધ છે. જોકે, ઘરેલુ ઉપયોગમાટે કેન્દ્ર સરકારે વર્ષમાં 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપી છે. સબસિડી સીધો લાભાર્થિઓના ખાતામાં જમાં કરી દેવામાં આવશે, એટલા માટે ઘરેલુ ઉપયોગ માટે સિસિન્ડર બજારમાં કિંમત પર જ મળે છે.
એક અન્ય સવાલના જવાબમાં કેન્દ્રીયમંત્રી કહ્યુ કે, વિના સબ્સિડી વાળા સિલિન્ડરની કિંમત 805.50 રૂપિયા છે. આ પ્રકારે 14.2 કિલોગ્રામના ધરેલૂ સિલિન્ડર પર 231 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. એવામાં હવે ધરેલૂ ઉપયોગ માટે કોઈ સિલિન્ડર 805.50 રૂપિયામાં ખરીદે છે, તેને બેંક ખાતામાં સબસિડી 231 રૂપિયા પરત ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. તેનાથી ઘરેલૂ ગ્રાહકોને 575.50 રૂપિયા ભરવા પડે છે.
ઉલ્લેખનિય છે કે, આતરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડાનો સાભ સામાન્ય લોકોને મળવા પર સંસદમાં ખૂબ હંગામો થયો હતો. બુધવારે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતા ટીડીપીના સભ્યએ માંગ કરી હતી કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તીવ્ર ઘટાડાનો લાભ સામાન્ય ગ્રાહકોએ ભોગવવા જોઈએ.ટીડીપીના સભ્ય કે રવિન્દ્ર કુમારે શૂન્યકાળમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2019માં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 65 ડોલર હતી, જે ફેબ્રુઆરીમાં ઘટીને 59 થઈ હતી. તેમણે કહ્યું કે આ ભાવ વધુ ઘટીને 32 ડોલર થઈ ગયો છે.