ટીએન બિઝનેસ સ્ટાન્ડર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના અડધા સમય અને પ્રથમ કાર્યકાળનું સંયુક્ત મૂલ્યાંકન કર્યું છે. જેમાં તેમને કોવિડ કાળના વર્ષોને કાપીને માત્ર છ વર્ષનું મૂલ્યાંકન સામે રાખ્યું છે. મનમોહન સિંહના કાર્યકાળના અંતિમ છ વર્ષમાં જ્યાં જીડીપીમાં 48.4 ટકાનો વધારો થયો છે, તો મોદીના છ વર્ષના કાર્યકાળમાં પણ 48.6 ટકાનો વધારો રહ્યો. એટલે લગભગ સરખો. આનો અર્થ તે થયો કે 2019-20 સુધી મોદી સરકારનું આર્થિક પ્રદર્શન તેવો તબાહીભર્યો રહ્યો નહીં જેવું મનમોહન સિંહનું અનુમાન હતું.
મોદી સરકારમાં ઉત્પાદનના આંકડાઓ ખુબ જ પ્રભાવશાળી નજર આવે છે જ્યારે નવા મકાન, શૌચાલય, બેંક ખાતાઓ, ગેસ ક્નેક્શન, રિન્યુએબલ એનર્જી, મેડિકલ ઈન્સ્યોરન્સ કે નળ-પાણી યોજનાઓ સામે આવે છે. પરંતુ આ પ્રદર્શન એકદમ ઉંધુ થઈ જાય છે જ્યારે સ્વાસ્થ્ય, શિક્ષા, ગરીબી, વાયુ પ્રદૂષણના આંકડાઓ રાખવામાં આવે છે. શાનદાર વેતન માટે સારૂ કામ એટલે સારા દિવસો માટે લોકો અત્યારે પણ રાહ જોઈ રહ્યાં છે. દેશવ્યાપી પ્રથમ લોકડાઉન એ મૂળભૂત ભૂલ હતી.
પ્રવાસી શ્રમિકોંના કષ્ટ ભૂલાવી શકાય નહીં. રસીકરણ કાર્યક્રમ ધીમું રહ્યું અને વિલંબપૂર્વક શરૂ થયું. બીજી લહેરથી પહેલા જ મહામારી પર જીતની જાહેરાત કરી દીધી. મોતના આધિકારિક આંકડાઓ પાંચ લાખને પાર કરી ગયા છે. આ વચ્ચે મોદીના શાસનની શૈલી સ્પષ્ટ રહી- મોટા-મોટા વચનો આપો, અતિ મહાત્વકાંક્ષી લક્ષ્ય રાખો, નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવા માટે નવા લક્ષ્ય નક્કી કરો અને નિરંતર છબિ ચમકાવવાની કોશિશ કરો. ઝડપી આર્થિક વિકાસ, રોજગાર નિર્માણ અને ગરીબીને ઓછી કરવા અંગે મોદી સરકાર ખુબ જ નબળી છે.
ધન્યવાદ ચાચા નેહરૂ
તવલીન સિંહે ઈન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયામાં સરદાર પટેલ સૌથી મોટા નાયક છે. તો પંડિત જવાહર લાલ નેહરૂ સૌથી મોટા ખલનાયક. ભારતીય જનતા પાર્ટીને ટ્રોલ સેના અને ટીવી પર તેમના પ્રવક્તા કોઈ જ ડર વગર દેશના પ્રથમ વડાપ્રધાનની એટલી ટીકા કરે છે કે જાણે તેઓ સાબિત કરવા માંગે છે કે ભારતની દરેક સમસ્યા નેહરૂની અસમર્થતાના કારણે જન્મી છે. હાલમાં ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાન સામે હાર્યા પછી એક ટ્વિટ ટ્રેંડ કરી રહ્યું હતું, “બધો જ દોષ નેહરૂનો છે કેમ કે તેમને પાકિસ્તાન બનાવ્યું ના હોત તો આજે આપણે હાર્યા ના હોત”
તવલીન સિંહ લખે છે કે, 14 નવેમ્બરે બાળ દિવસના રૂપમાં મનાવામાં આવે છે. બાળકો ચાચા નેહરૂ સાથે ફોટા પડાવતા હતા. ત્યારે ભારતમાં નાયકોનો સખ્ત અભાવ હતો. બોલીવૂડથી રમતના મેદાન સુધી ગણ્યાગાંઠ્યા નાયકો હતો. નેહરૂનો કદ એટલો ઉંચો દેખાતો હતો કે પુસ્તકો લખવામાં આવતી હતી કે નેહરૂ પછી શું ભારત અને ભારતીય લોકશાહી જીવંત રહી શકશે? તવલીન લખે છે કે નેહરૂએ સોવિયત સંઘના મોડલને અપનાવીને દેશનું ભારે નુકશાન કર્યું પરંતુ તેમની રાજકીય સફળતા ખુબ જ મોટી હતી.
તેમના સમયમાં આઝાદ થયેલા દેશોમાં સૈનિક તાનાશાહી સામાન્ય વાત હતી પરંતુ નેહરૂએ ભારતમાં લોકશાહીના મૂળીયાઓને મજબૂત કર્યા. તે વખતે આંગળીના વેઢે ગણીએ તેટલા મીડિયા હાઉસોનો પ્રભાવ એટલો બધો નહતો પરંતુ નેહરૂએ પોતાના વિરૂદ્ધ લખવા માટે તેમને પ્રેરિત કર્યા. આજનો વિશાળ મીડિયા વર્ગ જે આઝાદી લઈ રહ્યાં છે તેના પાછળ નેહરૂ જ છે. ન્યૂ ઈન્ડિયામાં મીડિયા મોદીની પ્રશંસા કરતું રહે છે અથવા ધીમા સ્વરે ટીકા. નેહરૂની જ દેન છે કે જ્યારે તેમની પુત્રીએ તાનાશાહીનો રસ્તો અપનાવ્યો તો જનતાએ તેમને તેમની જ સીટો પર હરાવી દીધા. તેથી આપણે દિલથી જવાહરલાલ નેહરૂનો આભાર માનવો જોઈએ.
મુશ્કેલમાં પૂર્વ બંગાળના હિન્દૂ
સુનન્દાના દત્તા રેએ ટેલીગ્રાફમાં લખ્યું છે કે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળમાં હિન્દૂ વિરોધી રમખાણો થઈ રહ્યાં છે તેના કારણો અને દુ:ખને ભગવાધારી પાર્ટીઓ સમજી શકી રહી નથી. પશ્ચિમ બંગાળમાં ભાજપે જે હારનો સામનો કરવો પડ્યો છે તેની ભરપાઈ ત્રિપુરામાં રમખાણો કરી શકે તેમ નથી. પૂર્વ બંગાળના મૂળ વાસી અને મતુઆ સમુદાયના વોટરોએ પણ બીજેપીનો સ્વીકાર કર્યો નથી.અસમમાં બીજેપીને મળેલી જીતથી પણ તેની ભરપાઈ કરી શકાય તેમ નથી. પૂર્વ બંગાળના રિફ્યૂજૂ લોકો સાથે દિલ્હીનો વ્યવહાર હંમેશા સુસ્ત રહ્યો છે. આને પ્રણવ મુખર્જીએ જરૂર સમજ્યો હતો. 1964ના રમખાણોને ભૂલાવી શકાય નહીં.
યુદ્ધ કેમ બની જાય છે ક્રિકેટ?
પી ચિદંમ્બરમે ઈન્ડિયન એક્સપ્રેસમાં ક્રિકેટ અને ક્રિકેટમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ દરમિયાન શત્રુતાપૂર્ણ વ્યવહારને લઈને ચિંતા વ્યક્ત કરતો લેખ લખ્યો છે. ચિદમ્બરમ લખે છે કે, એક સમયે શહેરી અને મધ્યમવર્ગની રમત રહેલી ક્રિકેટ હવે બદલાઈ ગઈ છે.
ટેસ્ટ મેચ રમવા માટે લોકલ ટ્રેનની યાત્રા કરવા અને પચાસ રૂપિયા પ્રતિદિવસ કમાવનારા બાપૂ નાડકર્ણીનો જમાનો રહ્યો નથી. પાંચ દિવસવાળી ટેસ્ટ મેચ પણ હવે 20 ઓવરોવાળી ટી-20માં પરિવર્તિત થઈ ચૂકી છે.
ચિંદમ્બરમ ચિંતા વ્યક્ત કરે છે કે ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન એક-બીજાને પ્રતિદ્વંદ્વીની જગ્યાએ દુશ્મનના રૂપમાં જૂએ છે. ક્રિકેટ ઉપરાંત બીજી એકપણ એવી રમત નથી જેને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે આવી રીતની દુશ્મની જોવા મળે છે. બંને દેશો હોકી, બોક્સિંગ કે કુસ્તીમાં પણ ટકરાતા હોય છે, પરંતુ ચાહકો ક્યારેય દુશ્મનોની જેમ લડતા નથી. ભારતની હાર બાદ મોહમ્મદ શમી સાથે જે રીતે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તે દુઃખદ છે. લોકો ભૂલી ગયા છે કે શમીના બોલે ભારતીય ટીમને કેટલી મેચો જીતાડી છે. પાકિસ્તાનના વડાપ્રધાને પાકિસ્તાનની જીતને ઇસ્લામની જીત ગણાવવી એ વધુ ખેદજનક હતું. શમીની જેમ ઘણા મુસ્લિમ ખેલાડીઓએ ભારતને ગૌરવ અપાવ્યું છે. જેમાં મોહમ્મદ અઝહરુદ્દીન, અબ્બાસ અલી બેગ, સલીમ દુર્રાની અને નવાબ મન્સૂર અલી ખાનનો સમાવેશ થાય છે. જો કોઈ ભારતીય નાગરિકને તેના ધર્મના કારણે હેરાન કરવામાં આવે છે, તો દેશને અપમાનિત થવું જોઈએ. લેખકે ખેલ મંત્રીના મૌન સામે પણ આંગળી ચીંધી છે.
T20, ODI, ટેસ્ટમાં કેપ્ટન-કોચ અલગ હોવા જોઈએ
સુરેશ મેનને ધ હિન્દુમાં લખ્યું છે કે હવે સમય આવી ગયો છે કે ભારત T20 ક્રિકેટને ગંભીરતાથી લે. ભારતે 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપની શરૂઆત કરી હતી અને તેના બીજા જ વર્ષે IPLની શરૂઆત કરનાર દેશ પણ ભારત છે, જેણે હવે એક અલગ જ સ્થાન મેળવી લીધું છે. એક મેચ કે એક દાવને કારણે નહીં, પરંતુ T20ના એકંદર પ્રદર્શનને જોતા એ સમજવાનો સમય આવી ગયો છે કે ટેસ્ટ, ODI અને T20ને અલગ-અલગ રીતે જોવાની જરૂરત છે.
નવા ફોર્મેટને કારણે તેમાં રોજેરોજ ફેરફાર થઈ રહ્યા છે અને તેની પેટર્ન પણ બદલાઈ રહી છે. અમને એવા લોકોની ટીમની જરૂર છે જે આ ફેરફારોને સમજી શકે અને તેનું વિશ્લેષણ કરી શકે. આપણને આંકડાઓનું વિશ્લેષણ કરનારા ક્રિકેટર નહીં, ક્રિકેટ સમજનારા આંકડાઓનું વિશ્લેષણ જોઈએ છે.
સુરેશ મેનન લખે છે કે ટી-20માં એક સારા બોલ પર ફોર પડે, તેનાથી વધારે એક એવી બોલ મહત્વપૂર્ણ છે જેમાં કોઈ રન ના બને. એક બોલર માટે વિકેટ લેવા અથવા ફોર પડવાથી વધારે જરૂરી ડોટ બોલ ફેકવો છે. 24 બોલમાં જ તેને પોતાની છાપ છોડવાની હોય છે. એક બેટ્સમેન માટે પણ રનના સંદર્ભમાં દરેક બોલનો અર્થ બદલાઈ ગયો છે. તો બીજી તરફ રાહુલ દ્રવિડ જેવો ખેલાડી પ્રશાસનને મળવો ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ છે જે દરેક ખેલાડીની ક્ષમતાને વ્યક્તિગત રૂપથી સમજે છે.
પરંતુ મહેન્દ્ર સિંહ ધોની માટે મેન્ટરની ભૂમિકા પૂરતી નથી. ટી-20 માટે નિર્ણય લેવા માટે વ્યક્તિ હોવો જોઈએ અને તે ધોનીથી શાનદાર કોઈ હોઈ શકે નહીં. રાહુલ દ્રવિડ વનડે અને ટેસ્ટ માટે શ્રેષ્ઠ સાબિત હોઈ શકે છે. સમય આવી ગયો છે કે ક્રિકેટના અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ રીતે વિચારવામાં આવે. ટીમ જ નહીં કેપ્ટન પણ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ હોય.