આજે રાત્રે 2019નો સૌથી મોટો સુપરમૂન એટલે કે ‘સુપર સ્નો મૂન’ જોવા મળશે. આજે રાત્રે ચંદ્ર ધરતીની વધારે નજીક, મોટો અને વધારે તેજસ્વી દેખાશે. આજે રાત્રે ચંદ્ર પૃથ્વીનો ઘણો નજીક હશે. તેમજ દરરોજની તુલનાએ 14 ગણો મોટો અને 30% વધારે ચમકદાર દેખાશે.
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પ્રમાણે આજે રાત્રે જેવો સુપર મૂન હવે સાત વર્ષ બાદ એટલે કે 2026માં જોવા મળશે. ભારતમાં આ સુપરમૂન 9.23 વાગ્યે જોવા મળશે. આ અગાઉ 21 જાન્યુઆરીએ સુપરમૂન થયો હતો, પરંતુ ભારતમાં જોવા મળ્યો નહોતો.
સુપરમૂનને સ્ટોર્મ મૂન, હંગર મૂન, બોન મૂન અને સ્નો મૂનના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે ફેબ્રુઆરીમાં ભારે બરફવર્ષાને કારણે તેને સુપર સ્નો મૂન નામ આપવામાં આવ્યું છે. જ્યારે ચંદ્ર અને ધરતીની વચ્ચે સૌથી ઓછું અંતર હોય તેવી સ્થિતીમાં ચંદ્રનો આકાર અને ચમક વધેલી નજર આવે છે. તેના માટે તેને સુપરમૂન કહેવામાં આવે છે.