સોમવારે બે ન્યાયાધિશોની બેંચ જસ્ટીસ અશોક ભુષણ અને એસ. રવિન્દ્ર ભટે આ ચુકાદો આપ્યો કે જે લોકો ટેસ્ટ માટે 4500 રૂપિયા નથી ચુકવી શકતા તે ગરીબોનો જ પ્રાઇવેટ લેબમાં મફત ટેસ્ટ થવો જોઇએ.
કોર્ટે કહ્યું કે જે લોકો આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવે છે, તેમને જ આ ટેસ્ટ માટે પૈસા આપવાની જરૂર નથી, ન્યાયાધિશોએ કેન્દ્ર સરકારને એ સ્પષ્ટ કરવાનું કહ્યું કે અન્ય શ્રેણીનાં ગરીબ દરજ્જાને નોટીફાય કરે જેથી કરીને તે લોકો ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકે.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે ” આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ઉપરાંત અન્ય ઓછી આવક ધરાવતા લોકોની શ્રેણીવાળા લોકો અંગે સરકાર વિચાર કરી શકે છે, જેથી કરીને કોવિડ-19 ટેસ્ટની તપાસ કરવામાં આવી શકે, અને આ અંગે એક સપ્તાહમાં ગાઇડલાઇન્સ જારી કરે”.
આ પહેલા કોર્ટે કહ્યું હતું કે જો કોઇ કેસમાં પ્રાઇવેટ લેબ મફત ટેસ્ટનો ખર્ચ નથી ઉઠાવી શકતો તો તેવી લેબ તરફથી થનારા મફત ટેસ્ટનો ખર્ચ સરકાર ભરપાઇ કરે તે માટેની ગાઇડલાઇન્સ સાથે આવે.
એક વકીલે દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી સંદર્ભે સર્વોચ્ચ અદાલતે આ ખાનગી લેબમાં મફત ટેસ્ટ કરવો તેવો આદેશ આપ્યો હતો.