સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામજન્મભૂમિ કેસ પર ચાલી રહેલ સુનાવણી 17 ઓક્ટોબરે ખત્મ થઇ શકે છે. જ્યારે લગભગ એક મહિના પછી એટલે 18 નવેમ્બરે આ મામલામાં નિર્ણય આવી શકે છે. એવામાં સુરક્ષાને નજર હેઠળ રાખીને અયોધ્યામાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.
કેસની સંવેદનશીલતા અને તહેવારોને જોતા ધારા 144 લગાવી દેવામાં આવી છે. ડિસેમ્બર મહિના સુધી ધારા 144 લાગૂ રહેશે. સરયૂમાં પ્રાઈવેટ બોટ અને સ્ટીમર પર પણ રોક રહેશે. સાથે જ ધારા 144 લાગૂ થવા દરમિયાન વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, અયોધ્યા મામલામાં પાછલા બે મહિનાથી પ્રતિદિવસ સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન કેસમાં સામેલ બધા જ પક્ષ પોત-પોતાની દલીલો સામે રાખી ચૂક્યા છે. જોકે, ચીફ જસ્ટિસ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, 17 ઓક્ટોબર પછી કોઈ જ વધારાનો સમય આપવામાં આવશે નહીં.