અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ્યુનિકેશનને મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણીને કેન્દ્ર સરકાર દ્વારા એનઓસી આપવા માટે બે દિવસની અંદર જ 14 અબજ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે.
હકીકત એ છે કે રિલાયન્સ જીઓને આરકોમને પોતાનો સ્પેકટ્રમ વેચવા માંગે છે. કંપનીએ આ માટે સરકાર પાસેથી એનઓસી લેવાની રહે છે. એનઓસીના બદલામાં કેન્દ્ર સરકારને આરકોમ દ્વારા ગેરંટી આપવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીએ આ આદેશના વિરુદ્વ એપેલેટ ટ્રીબ્યુનલમાં દાદ માંગી હતી. કોર્પોરેટ ગેરંટીના રૂપિયા ચૂકવ્યા બાદ જ આરકોમ પોતાનો હિસ્સો રિલાયન્સ જીઓને વેચી શકશે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રિલાયન્સ કોમ્યુનિકેશનની સબસીડરી કંપની રિલાયન્સ રિઆલિટી લિમિટેડ તરફથી કોર્પોરેટ ગેરંટી જારી કરવામાં આવશે. બિઝેનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે કોર્પોરેટ ગેરંટી જારી થયા બાદ સરકારે એક અઠવાડિયામાં સ્પેકટ્રમ વેચવા માટે એનઓસી આપવાની રહે છે.
ટેલિકોમ ડિપાર્ટમેન્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી આરકોમ અથવા જીઓ પાસેથી બેન્ક ગેરંટી રૂપે અંદાજે 29 અબજ રૂપિયાની માંગ કરી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે બે દિવસમાં 14 અબજ રૂપિયાની ચૂકવણી કરવાનો આદેશ કર્યો છે.