રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી ફગાવાયા બાદ તેને પડકાર આપતા વિનયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેને ફગાવવામાં આવી છે. અગાઉ 1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિએ આરોપી વિનય શર્માની દયાની અરજી ફગાવી હતી. જણાવી દઈએ કે, નિર્ભયા કેસના ચારેય આરોપીઓને આજે 1 ફેબ્રુઆરીએ ફાંસી થવાની હતી, પરંતુ કાનૂની દાવપેંચના કારણે આરોપીઓના વકીલો ફાંસીની સજા ટાળવામાં સફળ રહ્યાં છે.
આ અરજીમાં આરોપીના શર્માના વકીલ એ. પી. સિંઘ દ્વારા ફાંસીની સજાને આજીવન કેદમાં તબદીલ કરવાની વિનંતી કરવામાં આવી છે. 1 ફેબ્રુઆરીએ વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
અગાઉ નિર્ભયાના આરોપીઓને 22 જાન્યુઆરીએ ફાંસી પર લટકાવવાનું નક્કી થયું હતું, પરંતુ આરોપી મુકેશની દયા અરજીને પગલે તેને રદ્દ કરવામાં આવી હતી. જે બાદ 1 ફેબ્રુઆરીનું ડેથ વૉરન્ટ ઈસ્યૂ થયું હતું. જો કે આ ડેથ વૉરન્ટ પણ આરોપીઓને ફાંસીના ફંદા સુધી ના પહોંચાડી શક્યું.