દેવામાં ફસાયેલી અનિલ અંબાણી ગ્રૂપની કંપનીને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો મળ્યો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા એરિક્સન કેસ મામલે કોર્ટે 550 કરોડ રૂપિયા વ્યાજ સાથે ચુકવવા માટે આદેશ કર્યો છે.
મહત્વનું છે કે, રિલાયન્સ કોમ્યુનિકેશન વિરૂદ્ધ આ કેસ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે સંદર્ભે કોર્ટે 4 સપ્તાહ એટલે કે એક મહિનામાં રૂપિયા 550 કરોડ વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ટેલીકોમ ડિપાર્ટમેન્ટે રીલાયન્સ કમ્યૂનિકેશન્સ અને રીલાયન્સ જિઓ ઈન્ફોકોમ વચ્ચે થનારી સ્પેક્ટ્રમ ડીલને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે. આપને જણાવી દઈએ કે આ સ્પેક્ટ્રમ ડીલથી રીલાયન્સ કમ્યૂનિકેશન્સને 18000 કરોડ રૂપિયા મળવાના હતા.
46000 કરોડ રૂપિયાના દેવા તળે દબાયેલી રિલાયન્સ કમ્યૂનિકેશન્સને રિલાયન્સ જિઓ ઈન્ફોકોમ સાથે થનારી આ ડીલથી મોટી આશાઓ હતી. પરંતુ હવે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમે આ સોદાને નિયમો મુજબનો ન હોવાથી મંજૂરી આપવાથી ઈનકાર કર્યો છે. તો કોર્ટે પણ હવે એક મહિનામાં રકમ ચુકવવા આદેશ કરી દિધો છે