લોકસભાની ચૂંટણીના પરીણામમાં વિલંબ થઈ શકે છે. સુપ્રિમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તેણે ચૂંટણી પંચને દરેક વિધાન સભાના ક્ષેત્રમાં 5 પોલિંગ બૂથની VVPAT ચિઠ્ઠીઓને EMV સાથે જોડાણ કરવાનો આદેશ કર્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો ભરોસો વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
