ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરમાં એમ્સમાં નિધન થયુ. મંગળવારે રાતે હાર્ટએટેક આવ્યા બાદ ઘણી નાજુક પરિસ્થિતિમાં તેમને રાતે 9 વાગે એમ્સ લાવવામાં આવ્યા પરંતુ તેઓ બચી શક્યા નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ આપી. સવારથી જ લોકો તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. બપોરે 3 વાગ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ સુષ્મા સ્વરાજને તેમના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ આપી. સુષ્મા સ્વરાજના નિધન પર અડવાણી ભાવુક થયા હતા.
રાજ્યસભામાં પણ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ સુષ્માના નિધન પર શોકપત્ર વાંચ્યો અને બાદમાં બે મિનિટનું મૌન પાળ્યુ.