ભાજપનાં દિગ્ગજ મહિલા નેતા અને અજાતશત્રૂ તરીકે જાણીતા દેશનાં પૂર્વ વિદેશ પ્રધામ સુષ્મા સ્વરાજનાં દુખદ નિધનથી સમગ્ર દેશને કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. ભાજપે પોતાનાં પથદર્શક ગુમાવ્યા છે. 25 વર્ષની ઉમરે કેન્દ્ર સરકારમાં પ્રધાન બનીને ઉમદા કિર્તીમાન સ્થાપનાર સુષ્મા સ્વરાજ જનસંઘનાં સમયથી ભાજપ માટે કુશળ સંગઠકની જવાબદારી સુપેરે નિભાવી હતી.

નરેન્દ્ર મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળમાં તેઓ વિદેશ મંત્રી હતાં. ત્યારે જ તેમનાં કુશળ વક્તા અને કુશાગ્ર બુદ્ધિશક્તિનો પરિચય સમગ્ર વિશ્વને થયો હતો. આજે સુષ્મા સ્વરાજને હ્રદયરોગનો હુમલો આવતા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. હાર્ટ અટેક આવ્યા બાદ 67 વર્ષની ઉમરે સુષ્મા સ્વરાજે અચાનક જ દુનિયાને અલવિદા કહી દીધી. દિલ્હીની એઇમ્સ માં તેમણે અંતિમ શ્વાસ લીધા.