આયુષ્યમાન ભારત સ્કીમમાં આરોગ્ય બાબતે અગમ ચેતીના પગલાની કોઇ સ્કીમની જોગવાઈ કરવામાં આવી નથી. આઇસોલેશનમાં લેવાતી કોઇ સારવારને પણ સમાવાઈ નથી. કોરોના વાઇરસના પગલે સરકાર વાઇરસથી થતા રોગાની સારવારના ખર્ચને પણ આયુષ્યમાનમાં સમાવશે એમ લાગી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે લોકોને થતા સારવારનો ખર્ચ આયુષ્યમાન સ્કીમમાં લાભ નથી મળતો.
સરકારે હવે તમામ પ્રકારના વાઇરસની સારવારનો ખર્ચ આપવા વિચારવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી અનુસાર સરકારે આયુષ્યમાન સ્કીમમાં વાઈરસની સારવારને સમાવવા તૈયારી શરૂ કરી દીધી છે.