કેરળમાં એક સ્કૂલના શિક્ષિકને સગીર બાળકીનું યૌન શોષણ કરવા બદલ બુધવારે 60 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, સગીર છોકરી કે જેને દોષી શિક્ષકે તેની વાસનાનો શિકાર બનાવી હતી, તે આંશિક અંધ પણ છે. નિષ્ણાંતોએ કહ્યું કે, સગીરને જાતીય સતામણી કર બદલા આટલી લાંબી સજા મળ્યાનો આ પહેલો કેસ હોઈ શકે છે.
સજાની ઘોષણા કરતી વખતે કોઝિકોડની પોક્સો કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને બે લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ પણ આપ્યો હતો. આપને જણાવી દઇએ કે, શિક્ષકે પીડિતાનું ઘણી વખત જાતીય શોષણ કર્યું હતું અને તેણીને કોઇને આ વાત ન કરવાનું કહીને ધમકી આપતો હતો.
સ્કૂલના શિક્ષક ફિરોઝ ખાન સામેનો કેસ 2017 માં સામે આવ્યો હતો અને પાછળથી ઘણી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમની વિરુદ્ધ દાવો દાખલ કર્યો હતો. પીડિતાના જણાવ્યા મુજબ, દોષિત શિક્ષકે અનેક પ્રસંગોએ વર્ગ 6 ની વિદ્યાર્થી પર યૌન હુમલો કર્યો હતો અને જો તે કોઈને આ વીશે વાત કરશે તો તેના ભયંકર પરિણામો આવશે તેવી ધમકી આપતો હતો.
જો કે, પીડિતાએ તેનાં ક્લાસના કેટલાક મિત્રોને આ વાત કહી હતી, જેકે અન્ય વિદ્યાર્થી ડરનાં કારણે ચૂપ રહ્યા હતા. પરંતુ સ્કૂલમાં કાઉન્સલિંગ સેશન દરમિયાન આખરે યુવતીનો મામલો સામે આવ્યો અને ત્યારબાદ શિક્ષક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

ચુકાદો આપતી વખતે પોક્સો કોર્ટના ન્યાયાધીશ કે સુબ્રમાએ કહ્યું કે શિક્ષક વિદ્યાર્થીઓ અને સમાજ માટે રોલ મોડેલ હોવો જોઈએ અને આરોપી સગીરાનું શોષણ કરવા બદલ કોઈ સહાનુભૂતિને લાયક નથી.
આપને જણાવી દઇએ કે, ગયા અઠવાડિયે પણ કસરાગોડ (ઉત્તર કેરળ) ની પોક્સો કોર્ટે વર્ગની ચાર વિદ્યાર્થીની જાતીય શોષણના આરોપમાં એક મુખ્ય શિક્ષકને 20 વર્ષની સજા સંભળાવી હતી. સરકારે પીડિત પરિવારને 10 લાખનું વળતર ચૂકવવા પણ સરકારને જણાવ્યું છે. ગત વર્ષે પોક્સો એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેથી પીડિતોના પુનર્વસન માટેના પગલા ઉપરાંત બાળકો વિરુદ્ધ જાતીય ગુનાઓ માટે ફાંસીની સજા ઉમેરવામાં આવે છે.