માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર ડાઉન થઈ હતી. ડાઉન ડિટેક્ટરના અનુસાર, ભારત, જાપાન અને યુરોપના અનેક શહેરોમાં ટ્વીટર ઠપ થયું હતું. ભારતમાં દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરોમાં સોમવારે બપોરે ૨ વાગ્યે ટ્વીટર ઠપ થયું હતું. જો કે હવે તેમાં કોઈ પરેશાની નથી.ટ
ટ્વીટર ડાઉન થવાની સમસ્યા માત્ર ડેસ્કટોપ વર્ઝન અને ટ્વીટડેકમાં હતી. ડાઉન થયા પછી યુઝર્સ ટ્વીટ કરી શકતા નહોતા અને ટાઈમલાઈન રિફ્રેશ થતી નહોતી. કેટલાક એન્ડ્રોઈડ યુઝર્સે પણ ટ્વીટર ડાઉન હોવાની ફરિયાદ કરી હતી. આ અગાઉ ગત વર્ષે નવેમ્બરમાં સમગ્ર દુનિયામાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર ઠપ થયા હતા. એ સમયે પણ મોટાભાગે ડેસ્કટોપ યુઝર્સને પરેશાની વધુ જોવા મળી હતી. જેમાં યુઝર્સે કહ્યું હતું કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તેઓ આપોઆપ જ લોગઆઉટ થઈ જતા હતા. આ પ્રકારની સમસ્યા શા કારણથી સર્જાઈ તેની ચોક્કસ જાણકારી હજુ મળી નથી.