બીએસએફના બરખાસ્ત જવાન અને વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરનાર તેજ બહાદુર યાદવે વારાણસીમાં મીડિયા સાથે વાત કરતા ભાજપ ઉપર ગંભીર આરોપ મૂક્યો હતો. તેજ બહાદુરે કહ્યું કે તેમને ભાજપના નેતાઓએ ચૂંટણી ન લડવાના બદલામાં 50 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. તેજ બહાદુરે દાવો કર્યો કે તેઓ જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ ભર્યા બાદ પાછા ફર્યાં ત્યારથી જ ભાજપના નેતા તેમનો સંપર્ક કરવા લાગ્યાં હતાં. જોકે તેજ બહાદુરનું ઉમેદવારીપત્ર રદ્ થઇ ચૂક્યું છે. જોકે તેજ બહાદુરે કોઇ ભાજપ નેતાનું નામ ન લીધું. તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી કે ભાજપના લોકો તેમની હત્યા પણ કરાવી શકે છે.
