ભારતીય વાયુસેનાએ પીઓકેમાં કરેલી એર સ્ટ્રાઈક બાદ વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ પહેલી પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, વાયુસેનાએ જંગલમાં બોમ્બ ફેંક્યા હોત તો પાકિસ્તાનની વાયુસેના એક્શનમાં આવી ન હોત. તેમણે કહ્યુ કે, એર સ્ટ્રાઈકમાં કેટલાક લોકો માર્યા ગયા તેની ગણતરી કરવાનું કામ અમારૂ નથી. જેની ગણતરી સરકાર કરશે. વાયુસેનાએ બાલાકોટમાં ટાર્ગેટને પુર્ણ કર્યુ.
જેથી પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પમાં તબાહી મચી. વાયુસેનાએ પાકિસ્તાનના એફ-16 વિમાનને ફાઈટ આપવા ભારતીય સેનાએ મીગ-21નો ઉપયોગ કર્યો. વાયુસેનાએ મિગ-21ને એપગ્રેડ કર્યુ. આ સાથે વાયુસેનાના પ્રમુખે કહ્યુ કે, પાકિસ્તાનમાં આતંકવાદ વિરૂદ્ધ ઓપરેશન હજી પૂર્ણ થયુ નથી. જે આગામી દિવસોમાં પણ શરૂ રહેશે.